• Gujarati News
  • ઉમરેઠની ઘરફોડમાં સોની સહિત ત્રણની ધરપકડ

ઉમરેઠની ઘરફોડમાં સોની સહિત ત્રણની ધરપકડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . ઉમરેઠ
ઉમરેઠ ખાતે ગયા વર્ષે થયેલ બે ઘરફોડ ચોરીમાં મહુધાના એક સોની સહિત ૩ની ધરપકડ કરી ઉમરેઠ પોલીસેે મુદ્દામાલ કબજે કર્યો છે..
ઉમરેઠ પોલીસ સબ ઇન્સ્પેકટર આર.કે.મોડિયાએ જણાવ્યું હતું કે ‘નડિયાદમાં થયેલ ૧.૫૦ કરોડની ચોરીમાં પકડાયેલા વિષ્ણુ દલપત સોઢાપરમાર તથા અર્જુન રાયસિંગ ચૌહાણની ઉમરેઠમાં ગતવર્ષ બે ચોરીઓમાં સંડોવણી હોઈ ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી હતી. બંનેએ ઓડબજારમાં અશોકભાઈ સોનીની દુકાનમાંથી ૬૭,૦૦૦ તથા પંચવટી વિસ્તારમાં ગાયત્રી જવેલર્સમાંથી રૂ.૧.૧૦ લાખના દાગીનાની ચોરીની કબૂલાત કરી હતી. માલ મહુધાના દપિક ભીખાભાઈ સોનીને વેચ્યો હોવાનું જણાવતાં તેની પણ ધરપકડ કરવામાં આવી છે. ’