• Gujarati News
  • ઢોલનગારા અને ડીજેના સથવારે બાપા મોરિયાના નાદથી માર્ગો ગુંજી ઉઠ્યાં

ઢોલનગારા અને ડીજેના સથવારે બાપા મોરિયાના નાદથી માર્ગો ગુંજી ઉઠ્યાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેજલપુરમાં છ દિવસનુ આતિથ્ય માણ્યા બાદ શ્રીજીની પ્રતિમાઓનુ મહીસા તળાવમાં સમી સાંજે વિસર્જન કરવામાં આવ્યુ હતુ. ધામધૂમપૂર્વક નિકળેલી શોભાયાત્રામાં ગણપતી બાપા મોયૉના નાદથી વાતાવરણ ગુંજી ઉઠયુ હતુ.
શહેરા નગરમાં દર વર્ષની માફક ચાલુ વર્ષે વિવિધ વિસ્તારેામાં ગણેશ પ્રતિમાઓનુ સ્થાપન કરીને રોજીંદા પૂજા અર્ચના કરવામાં આવી હતી. ત્યાર બાદ માર્ગો પર તબકકાવાર ઢોલનગારા અને ડીજેના નાચગાન સાથે વિવિધ મંડળો શોભાયાત્રામાં જોડાયા હતા. દરમિયાન મોટી સંખ્યામા જોડાયેલા નગરજનોમાં ગણપતી બાપા મોયૉના નાદથી વાતાવરણ ગુંજી ઉઠયુ હતુ.
પોેલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલી શોભાયાત્રા નકમતી સાંજે ગામ તળાવ પાસે પહોંચી હતી. જયા મૂતિgઓનુ વિસર્જન કરવામાં આવ્યુ હતુ. વેજલપુરમાં સ્થાપિત કરાયેલ નાની મોટી મળીને કુલ ૧૫ ઉપરાંત શ્રીજીની પ્રતિમા સાથે રામજી મંદિરથી ઢોલનગારા સાથે ઉમંગ ઉત્સાહથી શોભાયાત્રાની શરુઆત કરવામાં આવી હતી. શોભાયાત્રાનું પ્રસ્થાન રામજી મંદિરથી કરવામાં આવ્યુ હતુ. જયાં સૌથી પહેલા સાર્વજનિક ગણેશ મંડળના ગણપતિનું પાલખીમા નીકળી હતી. ત્યારબાદ નગરના અન્ય મંડળના ગણપતિ શ્રીજીયાત્રામાં જોડાયા હતા.
રામજી મંદિરથી કાછીયાવાડ, મંદિર ફિળયુ, હોળી ચકલા, નાની કાછીયાવાડ, મેઇન બજાર, ધર્મેશ્ર્વર મહાદેવ થઇને ગામના મહીસા તળાવ પહોંચી હતી. શોભાયાત્રામાં અબીબ, ગુલાલ, ઉડાતા ઉડાડતા ગણપતબિાબા મોરીયાના નાદથી વાતાવરણ ગુંજી ઉઠયા હતા. મોડી સાંજે મહીસા તળાવ પહોંચેલી શ્રીજીની પ્રતિમાઓના વિસર્જનની શરુઆત કરી હતી. શોભાયાત્રા દરમિયાન પોલીસ, હોમગાર્ડસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. આમ શાંતપિૂર્ણ વાતાવરણમાં શ્રીજીની યાત્રા સંપન્ન થતા તંત્રએ હાંશકારો અનુભવ્યો હતો.