• Gujarati News
  • ઓરસંગમાં લીઝની અંદરથી રેતી ભરાતાં લેખિત ફરિયાદ

ઓરસંગમાં લીઝની અંદરથી રેતી ભરાતાં લેખિત ફરિયાદ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુરમાં એક બાજુ ખાણખનીજ વિભાગ દ્વારા ફાળવવામાં આવેલી લીઝના સરવરો તમામ બંધ કરી દેવામાં આવ્યા છે ત્યારે કેટલાક ખનીજ માફીયાઓ દ્વારા રેતીનું આડેધડ ઉલેચવામાં આવતી હોવાની ફરિયાદ ખુદ લીઝ ધારકે મામલતદારને કરતાં ખળભળાટ મચી ગયો છે.
છોટાઉદેપુરથી પસાર થતી ઓરસંગ નદીમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન રાતદિવસ ચાલે છે નદીમાંથી કાઢી પ્લોટો ઉપર ઢગલા ટેકટરો મારફતે થાય છે. ખાણ ખનીજ વિભાગે અગાઉ પકડાયેલ ગાડીઓ બાબતે ૨૦ સામે પોલીસ ફરિયાદ કરી છતા હાથમાં આવેલ લાડુ કોઇ જવા દેવા તૈયાર નથીને ડર વગર રેતી ઉલેચે છે.
આજરોજ ઘેલવાટ ગામ પાસે લીઝ ધરાવતા અભયસિંહ બી કાનકે એ મામલતદારને એક લેખીત ફરિયાદ આપી છે. તેમાં જણાવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી અમારી લીઝ અને આસપાસના વિસ્તારમાંથી આડેધડ રેતી ખોદાય રહી છે. મંગળવારે ૩૦ ટ્રેકટરો ચારેયતરફ લાગેલા હતા બપોરે ૨.૦૦ કલાકે તેઓને કહેતા કોઇ સાભળતું નહતું. ખાણ ખનીજ ખાતાએ જેઓની રેગ્યુલર લીઝો હતી તેના સર્વરો એક માસથી બંધ કરી દીધા છે અને માફીયા ટોળકીઓ ભારે કમાણી કરી રહી છે.
થોડા વખત અગાઉ આ જગ્યા નજીકથી નગરપાલિકા તંત્ર પણ રેતી કાઢતા બે ટ્રેકટરો પણ લાવી હતી અને વારીગૃહમાં મુકયા હતા ત્યા આજે કોઇ ટ્રેકટરો નથી તો એ કોના હુકમથી ધુસી ગયા એ કોઇને ખબર નથી પાલિકા તંત્રએ આ અંગે તપાસ કરવી જોઇએ. રેતીએ ગામડાઓમાં બનેલા રસ્તાઓની બદહાલત કરી નાખી છે ભવિષ્યના દસ વર્ષમાં એ તૈયાર થવાના નથી રેતી ખનન ગેરકાયદે થતુ હોય તેના માટે કડક પગલાં તંત્ર ભરી શકે છે પરંતુ કેમ ભણે લાચારી બતાવે છે.
ઉલ્લેખનિય છે કે તાજેતરમાં જઓરસંગના પટમાં મધ્યપ્રદેશના બોગસ રોયલટી પાસના સથવારે ખનીજ માફિયાઓદ્વારા રેતીનું ખનન કરવામાં આવતું હતzું તેનો પદૉફાશ થતાં આખરે સોમવારે જ ખ્થણખનીજખાતાએ ફરિયાદ નોંધાવી હતી.