• Gujarati News
  • પાદરાના રેલવે સ્ટેશન નજીકથી અજાણ્યા પુરુષની લાશ મળી

પાદરાના રેલવે સ્ટેશન નજીકથી અજાણ્યા પુરુષની લાશ મળી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાદરાના રેલ્વે સ્ટેશનની હદમાં ખુલ્લી જગ્યામાં ઝુપડુ બનાવીને રહેતા અજાણ્યા પુરુષની લાશ મળી હતી. જેમાં નજીકના રહીશોએ દુગઁધ આવતા તેની જાણ પાદરા પોલીસને કરવામાં આવી હતી. આ અંગે પાદરા પોલીસે લાશનો કબ્જો લઇ પી.એમ. કરવા મોકલી આપી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પાદરા રેલ્વે સ્ટેશનની સામે આવેલ જલારામ કોટાસ્ટોન એન્ડ માર્બલના વેપારી પોનેશભાઇ કનુભાઇ ઠક્કર મંગળવારે સવારે ૧૦ કલાકની આસપાસ પોતાની ઓફિસ ખોલવા આવ્યા હતા ત્યારે નજીકના રહીશોએ જણાવ્યુ હતુ કે સામેની રેલ્વેની ઝુપડપટ્ટી જે ઝાડી વચ્ચે છે તેમા કોઇ લાશ ગંધાય આવ્યાનુ જણાઇ આવે છે તે અંગે બધાએ ભેગા મળીને જોયુ તો કોઇ પુરુષની લાશ દેખાતી હતી આ અંગે તેમણે પાદરા પોલીસ સ્ટેશને જાણ કરી હતી જેમાં પાદરા પોલીસના ટાઉન જમાદાર મણિલાલ સ્થળ ઉપર જઇ તપાસ કરતા કોઇ વણઓળખાયેલા દુગઁધ મારતા શરીરમાં કીડા પડી ગયેલ પુરુષની લાશ જોઇ તેમા એક હાથ બાવળાથી ન હતો તથા એક પગનો પંજો જ ખલાશ થઇ ગયો હતો, જેથી આ લાશ કોઇ રકતપિત્તની હોઇ તેમ જણાઇ આવતુ હતુ જેથી પોલીસે લાશનો કબ્જો લઇ ે પી.એમ. માટે મોકલી આપી હતી.