• Gujarati News
  • કંટિયાજાળ ગામમાં વીજ ધાંધિયા

કંટિયાજાળ ગામમાં વીજ ધાંધિયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાંસોટ તાલુકાના કંટિયાજાળ ગામના લોકો વીજ કંપનીના ધાંધીયાથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે.ગ્રામજનો દ્વારા વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.
જો દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વેળાસર કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવે તો ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. હાંસોટ તાલુકાના કાંઠા વિસ્તારના છેવાડા ગામ કંટિયાજાળમાં ૧૯૮૦-૮૧માં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સ્ટ્રીટ લાઇટની સુવિધા આપવામાં આવી હતી. જેના વાયરો બિલકુલ ઢીલા થઇ ગયા છે. હાલ છેલ્લાં ચાર પાંચ માસથી આખા ગામની લાઇટો રત્રિના સમયે ડીમ થઇ જાય છે.
ઘરના પંખાઓ પણ રાત્રે ચાલતા બંધ થઇ જાય છે. તેથી આ બાબતે ગામલોકો દ્વારા વારંવાર રજૂઆત કરી છે. છતાં કોઇ ઉકેલ આવતો નથી. ગામના સરપંચ મગનભાઇ પટેલે જણાવ્યું હતું કે, તાજેતરમાં જ કંટિયાજાળની બાજુમાં આવેલ ગામ સમલીમાં વીજ વાયરથી એક ખેડૂતનો બળદ મોતને ભેટયો હતો. તેના લીધે લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યાં છે.
તેમણે જણાવ્યું હતું કે, આ બાબતે અમે ચારથી પાંચ વખત ડેપ્યુટી એન્જિનિયરને લેખિત રજૂઆત કરી છેે. છતાં પણ આ બાબતે કોઇ પગલાં ભરવામાં આવતા નથી. જો ટૂંક સમયમાં ઉકેલ નહિ આવે તો ગાંધી ચÃધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.