• Gujarati News
  • ભચાઉ તા.ના ઉત્તરીય ગામોમાં રોડકામના ખાતમુહૂર્ત યોજાયાં

ભચાઉ તા.ના ઉત્તરીય ગામોમાં રોડકામના ખાતમુહૂર્ત યોજાયાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉ તાલુકાના ભરૂડિયાથી એકલ અને કકરવા ગામે ૮.૮ રોડ માટેના ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયા હતા, જેમાં ધાર્મિક જગ્યાઓ અને ગામના આંતરિક સુખાકારીમાં વધારો થશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઇ હતી.
ભરૂડિયા ગ્રામજનોની હાજરીમાં જિલ્લા પંચાયત પ્રમુખ ત્રિકમભાઇ છાંગા, અરજણભાઇ રબારી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, વીરેન્દ્રસિંહ જાડેજા, પંકજ મહેતા, ગોવિંદભાઇ ચાવડા, નરેન્દ્રભાઇ ગઢવી, નારણભાઇ આહિર, વિકાસ રાજગોર, જશુભા જીલુભા સહિતના આગેવાનો કકરવા તથા ભરૂડિયાના ગ્રામજનોએ આભાર માન્યો હતો.
કકરવામાં ૮.૮ રોડનું ઉદઘાટન ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરાયું હતું. આગેવાનો કકરવાના ગ્રામજનોએ શાલ અને સુતરની આંટીથી
સન્માન્યા હતા.
સરપંચ પાંચાલાલ પરમારે આભાર માન્યો હતો. સંચાલન નૂરમામદ કાસમ તથા વ્યવસ્થા છગનભાઇ કારેટ દ્વારા કરાઇ હતી.