• Gujarati News
  • પ્રમાણિકતા અને મહેનત થકી સેવા લેખે લાગે

પ્રમાણિકતા અને મહેનત થકી સેવા લેખે લાગે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીવદયા અને માનવસેવા ક્ષેત્રે કાર્યરત ભુજની સેવાભાવી સંસ્થા દેવલમા જીવદયા સત્સંગ સમિતિ દ્વારા મુંબઇ (મુલુન્ડ)ના દાતાના સહયોગથી જરૂરતમંદ પરિવારોને ૨૦૦૦ કિ.ગ્રામ બાજરીની કિટનું વિવિધ વિસ્તારોમાં વિતરણ
કરાયું હતું.
આ કાર્યક્રમમાં આઇ દેવલમાએ આશીર્વચન આપતાં જણાવ્યું હતું કે, પ્રમાણિકતા અને મહેનત થકી સેવા લેખે લાગે છે. પરિવારોની વસાહતમાં પાંત્રીસેક કુટુંબને બાજરો, બાળકોને બિસ્કિટ તથા શ્ર્વાનોને રોટલા આપાયા હતા. આ કાર્ય માટે કૈલાસભાઇ ભીંડેએ આર્થિક સહયોગ આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન વસંત અજાણીએ કર્યું હતું. વિતરણ વ્યવસ્થામાં ત્રયંમ્બકેશ્ર્વર મહાદેવ મંદિરના પૂજારી ભવાનગિરિ ગોસ્વામી, અરવિંદભાઇ ગોર, ભરતભાઇ મોતા, રમેશભાઇ, બગાભાઇએ સહયોગ આપ્યો હતો.