• Gujarati News
  • સવામણ પથ્થરની રામકુંડીનું જળઝુલણ

સવામણ પથ્થરની રામકુંડીનું જળઝુલણ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરસદ ા કંકાપુરા ગામે દંડપાણેશ્ર્વર મહાદેવ મંદિરે પારંપારિક ગામઠી લોકમેળો ભાદરવી એકાદશીના રોજ યોજાય છે. એકાદશીને ૨૬મી સપ્ટેમ્બરને બુધવારે લોકમેળો યોજાનાર છે. કંકાપુર ગામે યોજાતા લોકમેળામાં ભગવાન લાલજીને દંડપાણેશ્ર્વર તળાવમાં સવામણ પથ્થરની રામકુંડીમાં બિરાજમાન કરી જળવિહાર કરાવવાનું વિશેષ મહત્વ છે. સરપંચ શાંતાબેન પરમારે જણાવ્યું હતું કે ‘દર વર્ષે ભાદરવી એકાદશીના રોજ દંડપાણેશ્ર્વર મહાદેવ મંદિરના મહંત નિર્મળદાસજીના હસ્તે સવામણ પથ્થરની રામકુંડીને તળાવમાં જળઝુલણ કરાવવામાં આવે છે.