તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ચોમાસાના શાકમાં સર્વોપરી કહેવાતાં કંકોડાં ભાસ્કર ન્યૂઝ. દેવગઢ બારિયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોમાસાના શાકમાં સર્વોપરી કહેવાતાં કંકોડાં ભાસ્કર ન્યૂઝ. દેવગઢ બારિયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સામાન્ય રીતે બજારમાં વિવિધ શાકભાજીનું વેચાણ થતું હોય છે. પરંતુ તે પૈકી કંકોડાને સવોeપરી મનાય છે. ગુણ અને આરોગ્યની દ્રિષ્ટએ તેનું મહત્વ ઘણું બધુ છે. આયુવeેદિક દ્રિષ્ટએ પણ કંકોડા અમુક રોગ માટે અકસીર ઇલાજ સમાન છે. તેથી જ સ્વાદપ્રિય લોકો માટે કંકોડા અમૃતસમાન કહેવાય છે. હાલ દેવગઢ બારિયાના બજારમાં કંકોડા ૬૦ રૂ. કિલોએ વેચાઇ રહ્યા છે.
આમ તો ચોમાસાના દિવસોમાં શાકભાજીની અછત જોવા મળે છે. તેના લીધે એના ભાવમાં પણ તોિંતગ વધારો થતો હોય છે. પરંતુ ચોમાસાની સઝિનનું સવોeપરી શાક જેને કહેવાય છે તે કંકોડાનું બજારમાં આગમન થઇ ચૂકયું છે. વરસાદના દિવસોમાં તેના સ્વાદનો ચસકો લેવો તેવું અચૂક મનાય છે કારણ કે અન્ય શાકભાજીની જેમ તે બારેમાસ મળતા નથી. સામાન્ય રીતે કંકોડા ડુંગરાળ પ્રદેશમાં જ થતાં હોય છે. અહીં તે વેલ સ્વરૂપે ઉગે છે અને તે ક્રમશ: વિકસે છે. તેનું આયુષ્યકાળ માત્ર બે થી ત્રણ માસ જેટલું મયૉદિત હોય છે. તેથી ચોમાસાની સઝિન પછી કંકોડા શોધ્યા જડતા નથી. જ્યારે ગુણધર્મની વાત કરીએ તો સાવ બરછટ અને કાંટાદાર જેવા દેખાતા કંકોડાનું આયુવeેદિક મહત્વ પણ છે. ઘણાખરા રોગ માટે તે અકસીર ઇલાજ સમાન છે. આમ જોઇએ તો ગુણ અને આરોગ્ય બંને માટે તે અતિ હિતકારી હોઇ તેને ચોમાસાની સઝિનનું સવોeપરી શાક કહેવાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો