• Gujarati News
  • માત્ર વિધ્યાર્થિનીઓનો મોરચો

માત્ર વિધ્યાર્થિનીઓનો મોરચો

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મ.સ.યુનિ. સંચાલિત ગલ્ર્સ હોસ્ટેલ કેમ્પસમાં મેસ કે કેન્ટીનની સુવિધા ન હોવાથી વહેલી તકે તે સુવિધા પૂરી પાડવા માટે વિધ્યાર્થિનીઓએ મોરચો માંડયોહતો.
મ.સ.યુનિવર્સિટી સંચાલિત ગલ્ર્સ હોસ્ટેલ કેમ્પસમાં એચ. એમ. હોલ, પી. જી. હોલ, એસ. ડી. હોલ, કે. જી. હોલ એમ ચાર હોસ્ટેલ કેમ્પસમાં રહેતી વિધ્યાર્થિનીઓ માટે મેસની સુવિધાનો અભાવ હોવાથી વિધ્યાર્થિનીઓને હાલાકી ભોગવવી પડી રહી છે.
ગલ્ર્સ હોસ્ટેલની વિધ્યાર્થિનીઓને જમવાની પડી રહેલી તકલીફો દૂર થાય તે માટે હોસ્ટેલ સત્તાધીશોનું વારંવાર ધ્યાન દોરવામાં આવ્યું હતું, પરંતુ હોસ્ટેલના સત્તાધીશોના પેટનું પાણી હલતું ન હતું. દિવસે દિવસે ગલ્ર્સ હોસ્ટેલની વિધ્યાર્થિનીઓની સમસ્યાના ઉકેલ માટે તંત્રે રસ ન દાખવતઁ આખરે સત્તાધીશો સામે મોરચો કાઢવાનો નિણઁય કર્યો હતો.ગલ્ર્સ હોસ્ટેલની વિધ્યાર્થિનીઓનો મોરચો આજે યુનિવર્સિટી વડી કચેરીમાં પહોંચ્યો હતો અને હોસ્ટેલના પ્ર®ને સૂત્રોચ્ચાર કરીને વડી કચેરી ગજવી મૂકી હતી. યુનિ.ગલ્ર્સ હોસ્ટેલની વિધ્યાર્થિનીઓના પ્રતિનિધિમંડળે મેસ કેન્ટીનની સુવિધાના અભાવે પડી રહેલી મુશ્કેલી તાત્કાલિક દૂર કરવાની માગ કરી હતી. આ દરમિયાનમાં યુનિ.વીસી પ્રા.યોગેશ સિંઘને ગલ્ર્સ હોસ્ટેલની વિધ્યાર્થિનીઓનાં પ્રતિનિધિમંડળે આવેદનપત્ર સુપરત કરીને કેન્ટીન મેસની સુવિધા વહેલીતકે શરૂ કરવા વિનંતી કરી હતી.