• Gujarati News
  • સિવિલ હોસ્પિટલમાં આરોેપી પોલીસકર્મીને ધક્કો મારી ફરાર

સિવિલ હોસ્પિટલમાં આરોેપી પોલીસકર્મીને ધક્કો મારી ફરાર

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંડેસરાની ગોવાલક નગરમા ચોરીના મોબાઈલ અને ગેસના સિલન્ડિર સાથે લોકોએ એક ચોરને ઝડપી પાડી મારમારીને પોલીસને હવાલે કર્યો હતો. પાંડેસરા પોલીસ તેને સારવાર અર્થે સિવિલ તો લાવી હતી પરંતુ એકસ-રે વિભાગમાં પોલીસ કર્મીને ધક્કો મારી ફરાર થઈ ગયો હતો.
પાંડેસરાની ગોવાલકનગર ના પ્લોટ નંબર-૮૩ તથા રૂમ નંબર-૧૬માં રહેતા અજય રાજપૂતના મકાનમાં શુક્રવારે મોડી રાત્રિના સુમારે પાંડેસરાની અંબીકાનગર રહેતો બાબુરથ પ્રકાશભાઈ સ્વાંઈ નામનો વ્યક્તિ ચોરી કરવાના ઈરાદે આવ્યો હતો અને ગેસ સિલન્ડિર તથા મોબાઈલ ફોન ચોરીને ભાગતો હતો ત્યારે સ્થાનીક લોકોએ તેને ઝડપી પાડÛો હતો. લોકોએ તેને બરાબરનો મેથીપાક ચખાડીને પાંડેસરા પોલીસને હવાલે કર્યો હતો.
પાંડેસરા પોલીસ મથકના પોલીસ કર્મી હે.કો.ગુલાબ કલ્યાણસીંગ તથા એલઆર અજીત સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. ત્યાં બાબુરથનો સોનોગ્રાફી કર્યા બાદ એકસ-રે કરાવવા માટે લાવતા હથકડી કાઢવી પડી હતી. દરમિયાન મોકો જોઈને આરોપી એલઆર અજીતને ઘક્કો મારીને સિવિલના એકસ-રે વિભાગમાંથી ભાગ્યો હતો. તેને પકડવા બંને કર્મીએ પ્રયાસ કર્યો હતો.