• Gujarati News
  • વાવણી બાદ વરસાદ લંબાતા પાક નિષ્ફળ જવાની શકયતા વરસાદના વિરામથી ખેડૂતોમાં ચિંતા

વાવણી બાદ વરસાદ લંબાતા પાક નિષ્ફળ જવાની શકયતા વરસાદના વિરામથી ખેડૂતોમાં ચિંતા

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ જીલ્લાના તાલુકાઓમાં વરસાદનો આંક છ ઇંચે પહોચ્યો છે. વરસાદના પ્રાંરંભ બાદ પાછલા અઠવાડીયાથી વરસાદ ન વરસતા ખેડુતોમાં ચÃતાનુ મોજુ છવાયુ છે. જીલ્લામાં ૫૦ ટકા ઉપરાંત જમીનમાં ખેડુતોએ વાવણી કરી દીધી છે અને કાગડોળે વરસાદની રાહ જોઇ રહ્યા છે.જો વરસાદ હજુ દસ દિવસ ન વરસે તો ખેડુતોની હાલત કફોડી બનશે. દાહોદ જીલ્લામાં આ વખતે વરસાદનો આરંભ વેળાસર રહ્યો હતો.વરસાદના આરંભ સાથે જ જીલ્લાની ૨,૨૫,૦૦૦ હેકટર જમીન પૈકી ૧,૨૫,૦૦૦ હેકટર જમીનમાં ખેડુતોએ વાવેતર કયું છે. જીલ્લામાં મહત્તમ લોકો વર્ષ દરમિયાન બહાર ગામ પેટીયુ રળવા જાય છે.અને ચોમાસાના સમયે પરત આવતા હોય છે અને ખેતિ કામમાં જોતરાતા હોય છે. તેજ રીતે આ વખતે પણ ચોમાસાનો આરંભ થતા લોકો પોતાના વતન આવી પોતાની ખેતિ કામમાં લાગ્યા હતા.
વરસાદનો આરંભ સારો થયો હતો.પરંતુ પાછલા અઠવાડીયાથી વરસાદ ખેચાતા ખેડુતોમાં ચÃતાની લકીર ખેચાઇ છે.જો કે ગયા વર્ષની સરખામણીમાં આ વખતે હાલ સુધીમાં સારો વરસાદ વરસ્યાનુ નોંધાયુ છે.પરંતુ જો વરસાદ હજુ અઠવાડીયુ લંબાશે તો જીલ્લાના ખેતરોમાં નાખવામાં આવેલા બીયારણો વ્યર્થ જશે તેવી ભીંતી ખેડુતો વ્યક્ત કરી રહ્યા છે.હાલમાં જીલ્લાના ખેડુતો કાગડોળે સારા વરસાદની રાહ જોઇને બેઠા છે.કારણ કે જીલ્લાના મહત્તમ ખેડુતો વરસાદ આધારિત ખેતિ
ઉપર નભે છે.