• Gujarati News
  • દારૂ સાથે પાંચ મહિલા ઝડપાઇ

દારૂ સાથે પાંચ મહિલા ઝડપાઇ

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુરથી પાદરા તરફ જતી એસ.ટી.બસમાં પાંચ આદિવાસી મહિલાઓ ઇગ્લીંશ દારૂનો જથ્થો લઇને આવતી હોવાની મળેલી બાતમીને આધારે બોડેલી પોલીસે બોડેલી અસે.ટી.ડેપો ઉભેલી બસમાં ઉતરતી મહિલાઓને રંગેહાથ ઝડપી પાડી હતી. જેમની પાસેથી રૂપિયા ૨૪,૫૦૦નો ઈગ્લીશ દારૂનો જથ્થો પોટોલા ઓમાંથી મળી આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, બોડેલી સહિત જિલ્લાની પૂર્વપટ્ટીમાં દારૂની રેલમછેલ થતી હોવા છતાં પોલીસની કામગીરીને બૂટલેગરો ધોળીને પી રહ્યા છે. બોડેલીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાય પછી પણ દારૂ ઝડપાય રહ્યો છે. છોટાઉદેપુર એસ.ટી. ડેપો માંથી ઉપડેલી છોટાઉદેપુર પાદરા એસ.ટી.બસમાં પાંચ આદિવાસી મહિલાઓ પોટલા લઇને ચઢી હતી. અને ડભોઇ ટિકિટ લઇને બેઠી હતી. જે અંગે બોડેલી પોલીસને મળેલી બાતમીને આધારે પાસે આર.એચ.પટેલ જમાદાર અશોકભાઇ પો.કો. અંબાલાલ સહિતના સટાફે બોડેલી ડેપોમાં વોચ ગોઠવ્યો અને બસ આવતા જ બસમાંથી આદિવાસી મહિલાઓને ઝડપી પાડી હતી. જેઓની પુછપરછ કરતાં કોલીયાપરની હીરલી ધાણુક ચતુરા ધાણુક નટડી ધાણુક ચીસાડીયાની પંપી ધાણુક અને જંગલી રાઠવાનો સમાવેશ થતો હતો.
તેમના પોટલાઓ તપાસતાં ઈગલીંશ દારૂના ૨૯૫ નંગ કવાટરીયા અને બીયરની ૯૭ બોટલ મળીને કુલ રૂપિયા ૨૪,૫૦૦નો દારૂ ઝડપી પાડÛો હતો. દિવાસાની ઉજવણી માટે ખાસ લઇ જવાતો દારૂ અંગે પોલીે તપાસ હાથ ધરી છે.

બોડેલી આસપાસ દારૂની રેલમછેલ
બોડેલી નજીક મોડાસર ચોકડીથી ૨૬ રૂપિયાનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ તો બિજા દિવસ ધાનપુર છેલપુર વસાહતમાંથી ઇગ્લીંશ દારૂ ઝડપાયો અને ગરૂવારે આદિવાસી મહિલાઓ દારૂના જથ્થો સાથે ઝડપાઇ હતી. બોડેલીની આસપાસ વેચાતા ઈગ્લીંશ દારૂ અંગે બુટલેગરોમા ફફડાટ વ્યાપીયો છે. સાંજ પડતાં જ બોડેલી આસપાસ દારૂ પીનારાઓનો મેળો ભરાતો હોઇ પોલીસ આ દિશામાં પણ પીનારા ઓને પકડતા ફફડાટ વધ્યો છે.