• Gujarati News
  • બાળ સુરક્ષા માટે બે ખાસ ઓફિસર

બાળ સુરક્ષા માટે બે ખાસ ઓફિસર

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના દરેક પોલીસ મથકમાં બે ચાઇલ્ડ પ્રોટેકશન ઓફિસર નીમવામાં આવ્યા છે. જેઓ ખાસ ધ્યાન રાખશે કે પોલીસ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો સાથે ગુનેગારોની જેમ વર્તન નહીં કરે. આ વિષય પર ઉમરા પોલીસ મથકના ઓડિટોરિયમમાં યુનિસેફ અને સીઆઇડી ક્રાઇમની મહિલા સેલ દ્વારા ત્રિદિવસીય સેમીનાર યોજાયો છે.
પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાના હસ્તે આ સેમીનારની શરૂઆત કરવામાં આવી હતી. જેમાંથી યુનિસેફ, ઇન્ડિયાના લોલી ચંદ પણ હાજર રહ્યા હતા. નોડલ ઓફિસર તરીકે વિધિ ચૌધરીને જવાબદારી સોંપવામાં આવી હતી. ગુરુવારે સેમિનારમાં વકતા તરીકે ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર કૌશિક રાવલ હાજર રહ્યા હતા. તેમણે જુવેનાઇલ જસ્ટિસ એકટ તથા એિન્ટ હ્યુમન ટ્રાફિકિંગ અવેરનેસ વિશે માહિતી આપી હતી.
મહત્વની વાત એ હતી કે દરેક પોલીસ મથકમાં બે ચાઇલ્ડ પ્રોટેકશન ઓફિસર નીમવામાં આવ્યા છે. જ્યારે પણ કોઈ પોલીસ મથકમાં કોઈ બાળકને પોલીસ ગુનાહિત પ્રવૃત્તિ કરતા પકડે ત્યારે ઓફિસર્સ ધ્યાન રાખશે કે પોલીસ તેની સાથે અન્ય ગુનેગારની જેમ વર્તન નહીં કરે. આ બાળકોને ખબર જ નથી હોતી કે તેઓ ક્રાઇમ કરી રહ્યા છે. આથી તેમની સાથે એવું વર્તન નહીં થવું જોઈએ કે જેના કારણે તેમના માનસ પર વપિરીત અસર પડે. આ કાર્યક્રમ ગુજરાતમાં પહેલી વખત અમદાવાદમાં થયો હતો અને હાલ સુરતમાં થઈ રહ્યો છે. શહેરના તમામ કમિશનરેટ વિસ્તાર તેમજ જિલ્લામાં આવા સેમીનાર યોજાશે.