• Gujarati News
  • સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની નિમણૂંક

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની નિમણૂંક

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત જિલ્લા પંચાયતમાં પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી તરીકે ડો. અરવિંદ ડી. બડગુજરની નિમણૂક કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી આ જગ્યા ખાલી હતી. જિલ્લા શિક્ષણાધિકારી દિનેશ પટેલે ગુરુવારે સુરત જિલ્લા પંચાયત કચેરીમાં બડગુજરને વિધિવત પ્રાથમિક શિક્ષણાધિકારીનો ચાર્જ સોંપ્યો હતો.
વડોદરા એસએસસી બોર્ડમાં કલાસ ટુની જવાબદારી નિભાવી પ્રમોશન સાથે બડગુજરની બદલી અહીં કરવામાં આવી છે. મૂળ જલગાંવના બડગુજર પોરબંદરમાં સરકારી શાળામાં આઠ વર્ષ આચાર્ય તેમજ બીએડ કોલેજમાં ૧૪ વર્ષ પ્રાધ્યાપક તરીકે સેવા આપી ચૂકયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વખતથી જિલ્લા પંચાયતમાં પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્યા ખાલી હતી જે ભરાઇ છે.