• Gujarati News
  • લોક કલ્યાણના મશિનમાં પાલિકા ખોટું નહીં ચલાવે

લોક કલ્યાણના મશિનમાં પાલિકા ખોટું નહીં ચલાવે

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડિસેબલ વેલફેર ટ્રસ્ટના ઓફ ઇન્ડિયાનાં વિવાદમાં ટાઉન પ્લાનિંગ વિભાગે તા.૯ જુલાઈનાં રોજ ટ્રસ્ટને જે નોટીસ ફટકારી હતી તેનો જવાબ શું આવ્યો તે મામલે મહાપાલિકાના ઉચ્ચ અધિકારીઓ ભારે મુંઝાયેલા છે. જોકે મ્યુ. કમિશનર દાસનું વલણ આ મામલે ફરી એક વખત સ્પષ્ટ થયું છે કેમકે આ ગંભીર વિવાદ બાદ જ્યારે જવાબદાર અધિકારીઓ રજા પર ઉતરી ગયા છે. એકબીજાને ખો આપી રહ્યાં છે ત્યારે મ્યુ. કમિશનરે ડીબી ગોલ્ડ સાથેની વાતચીતમાં જણાવ્યું કે લોક કલ્યાણનો આ મુદ્દો મારા માટે મીશન છે અને જવાબદારો સામે પગલાં લેવાશે.
ઉલ્લેખનીય છે કે ટીપી સ્કીમ નંબર ૫ ( ઉમરા-નોર્થ) ફાઇાનલ પ્લોટ નંબર ૧૭૯ વાળી જગ્યાને ૧૮ એપ્રિલનાં રોજ મનપાએ સામાન્ય સભામાં ઠરાવ કરીને ડિસેબલ વેરફેર ટ્રસ્ટને સોંપી હતી. આ જગ્યાના મામલે અપક્ષ કોર્પોરેટર પ્રકાશ દેસાઈએ આપેલા લેખિત આવેદનપત્ર બાદ જે વિવાદ થયો તે માટે તા.૯ જુલાઇનાં રોજ ટ્રસ્ટને નોટીસ ફટકારાઇ હતી. તેમાં પાલિકાએ ત્રણ દિવસમાં કનુભાઈ ટેલરને જવાબ આપવા માટે જણાવ્યું હતું. આ નોટીસ ઇશ્યુ થયા બાદ સપ્તાહનો સમય વિતી ગયો છે. હજુ સુધી શું જવાબ અપાયો છે, તે મામલે સત્તાધીશો કોઇ સ્પષ્ટતા કરી શકતાં નથી. કેમકે ડીઓપી જીવણ પટેલ અને ટાઉન પ્લાનર રાજેશ પંડયા રજા પર હોવાનું જાણવા મળે છે.
અમે કાર્યવાહી કરીશું
ડિસેબલ વેલફેર ટ્રસ્ટના મામલે અત્યાર સુધી આપે શંુ કાર્યવાહી કરી?
આ કિસ્સામાં ચોક્કસ જ કાર્યવાહી કરાશે. જે રીતે દિવ્ય ભાસ્કરે લોક કલ્યાણના વિષયને મશિન બનાવ્યું છે. તેજ રીતે આ વિષય પર કાંઇ ખોટું ચલાવી લેવાશે નહીં. મારા માટે પણ તે મશિન છે. વિકલાંગોની જમીનમાં કઈ પણ ખોટું ચલાવી લેવાશે નહી. અમે આકરી કાર્યવાહી કરીશું.
આ કિસ્સામાં મહાપાલિકાએ આપેલી નોટીસનો કોઇ પ્રત્યુતર અપાયો છે?
ડિસેબલ વેલફેર ટ્રસ્ટના કિસ્સામાં અમે જેે નોટીસ ફટકારી છે. તેનો કોઇ જવાબ આવ્યો કે નહીં તેની હાલમાં મને ખબર નથી. આ પ્રત્યુતર મામલે જેની જવાબદારી છે. તે ડાયરેકટર ઓફ ટાઉન પ્લાનગિ જીવણ પટેલ રજા પર છે. તેથી વધારે કાંઇ કહી શકું તેમ નથી. તમે આ કિસ્સામાં ટાઉન પ્લાનર રાજેશ પંડયાને પૂછી શકો છો. વધારે તો તમને હું મંગળવારે જ જવાબ આપીશ.
અમે રાજેશ પંડયાને પૂછયું
શું ડિસેબલ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટે મહાપાલિકાની નોટીસનો જવાબ આપ્યો છે.
રાજેશ પંડ્યા: શુક્રવાર સુધી કોઇ જવાબ ન હતો. સામાજિક કારણસર સોમવારે રજાને લીધે ખબર નથી