ન્યૂઝ ઇનબોકસ

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાંતેજની કંપનીમાં ઝાડા ઊલટી થતાં કામદારનું મોત
ગાંધીનગર & કલોલ પાસે સાંતેજ ગામે આવેલ ડીસા એન્ટરપ્રાઇઝ કંપનીમાં કામ કરતો અને કંપનીની ઓરડીઓમાં જ રહેતો આનંદ જજલાલ શાહ (ઉ.વ.૩૫ મૂળ રહે ઓરીસ્સા)ને ઝાડા ઉલ્ટી થઇ જતા તેને તાત્કાલિક સારવાર માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જયાં ફરજ પરના તબીબે તેને તપાસીને મૃત જાહેર કરતા હાજર લોકોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવ અંગે પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

સ્વામી વિવેકાનંદ ઉપર નાટક યોજાયું
ગાંધીનગર&સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી તેમજ યુવા વર્ષ નિમિત્તે ભારત વિકાસ પરિષદ અને કચ્છ કડવા પાટીદાર શહેરી સમાજના ઉપક્રમે ૧૪મી જૂલાઇના રોજ ગાંધીનગર ટાઉનહોલ ખાતે યુગ નાટક સ્વામી વિવેકાનંદ યોજવામાં આવ્યું હતું. તેમાં સ્વામી વિવેકાનંદની જીવન ઝરમર રજૂ કરવામાં આવ્યું હતું. નાટકનું દગિ્દર્શન ડો. વક્રિમ પંચાલે કર્યું હતું.

આજે આનંદનો ગરબો અને સુંદરકાંઠના પાઠ
ગાંધીનગર & બહુચર મંડળ દ્વારા તા. ૧૭મીને મંગળવારે બપોરના ૨.૩૦થી ૫.૩૦ શાંતાબેન વી. પટેલના ત્યાં બી-૧૦૩, સંકલ્પ રેસીડેન્સી, કિર્તીધામ વાસે ઉવારસદ રોડ વાવોલમાં આનંદનો ગરબો યોજાશે. તા. ૧૭મીને મંગળવારે રાત્રે ૮ કલાકે ગ્રીન સિટી, સાંઇધામ, હનુમાનજી મંદિર પાસે, સેકટર-૨૬માં સંજયભારતી ગોસ્વામીની વ્યાસપીઠે સુંદરકાંડના પાઠ યોજાશે.

ગુર્જર સમાજની ડિરેકટરી વિમોચન તથા સ્નેહ મિલનસમારંભ યોજાયો
ગાંધીનગર & પથિક સેના સંગઠન ગુર્જર સમાજ દ્વારા ડિરેકટરી વિમોચન તથા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો. ડિરેકટરીમાં સમાજના પરિવારોની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં નામ, ઉંમર, કામગીરી અને અભ્યાસ વગિેરેનો સમાવેશ કરાયો છે. આ સમારોહ દેવકીનંદન ગુર્જર મુખ્ય અતિથપિદે તથા અમદાવાદના પૂર્વ મેયર હિઁમતસિંહ પટેલ અને પથિક સેના સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ મહાવીર પોસવાલની અધ્યક્ષતામાં યોજાયો હતો. જ્યારે ભારતીય ગુર્જર મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. બબિતાસિંહ ગુર્જર, ગુજરાત હાઉસીંગ બોર્ડના અધ્યક્ષ જયંતભિાઇ બારોટ, પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ પ્રકાશ ગુર્જર, પંચાયત રાજ અને ગ્રામિણ વિકાસ વિભાગના પૂર્વપ્રધાન કાલુલાલ ગુર્જર, લોક જનશકિત પક્ષના મુકેશ ગુર્જર, ડીએસપી આરએફ હેવન ખટાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.