• Gujarati News
  • આંગણવાડી ભરતીમાં ગોટાળાની શંકા

આંગણવાડી ભરતીમાં ગોટાળાની શંકા

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ જીલ્લામાં થોડા સમય પહેલાં જ આંગણવાડીઓમાં કેટલીયે જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી હતી. આ ભરતી મામલે ઘણી સાચી ખોટી ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે જ દાહોદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખે જ આ ભરતીની સંપૂર્ણ વિગતોની માંગ માહિતી અધિકાર અન્વયે માંગતા આ ભરતીમાં ભ્રષ્ટાચારની બૂ આવી રહી હોય તેમ લાગી રહ્યુ છે.
દાહોદ જીલ્લામાં હાલમાં જ આંગણવાડીઓમાં જુદી જુદી ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી હતી. આ ભરતીઓ આ વખતે એક પસંદગી સમિતિ બનાવીને કરવામાં આવી હતી. તેમ છતાં જીલ્લામાં આ ભરતી મામલે ઘણી ફરિયાદો તેમજ ભ્રષ્ટાચારની ચર્ચાઓ ચાલી રહી છે તેમજ તાલુકે તાલુકે વાંધા અરજીઓ પણ કરવામાં આવી છે. તેવા સમયે દાહોદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નિકુંજભાઇ મેડાએ આ ભરતીની સંપૂર્ણ વિગતો જાણવા માટે જાહેર માહિતી અધિનિયમ અંંતર્ગત જીલ્લા પ્રોગ્રામ ઓફિસર અને દાહોદ તાલુકામાં ઘટક ૪માં થયેલી ભરતીની માહિતી તેના સી.ડી.પી.ઓ પાસે માંગી છે. તેમની અરજીમાં ભરતીના નિયમો, પસંદગીના ગુણ પત્રકો, જેને હુકમો આપવામાં આવ્યા છે તેના પુરાવા અને કારણો સરકારી નિયમોના પરપિત્રો સાથેના ઉપરાંત કોની ભરતી કેમ કરવામાં આવી છે તેમજ હાલમાં કેટલી અને કઇ જગ્યાઓ કેમ ખાલી રહી છે તેની માહિતી પણ માંગવામાં આવી છે.આમ આ ભરતી બાબતે ચાલતી ગેર રિતીની ચર્ચાને આવી અરજીથી બળ મળી રહ્યુ છે પરંતુ સાચી હકીકત તો માહિતી મળ્યા બાદ તેની ચકાસણી પછી જ જાણી શકાશે તેમ છે.

માહિત્તિ ન મળે તો કોર્ટનો સહારો
^ દાહોદ તાલુકામાં તેમજ જીલ્લામાં આંગણવાડીઓમાં હાલમાં કરાયેલી ભરતીમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે. આ બાબતે ફરિયાદો પણ મળી છે પરંતુ તેને પુરવાર કરવા માહિતી અધિનિયમમાં તમામ વિગતો માંગવામાં આવી છે. જો કાયદા પ્રમાણે માહિતી આપવામાં નહીં આવે તો કોર્ટ નો પણ સહારો લેવામાં આવશે.
નિકુંજ મેડા, દા.તા.પં.ઉપ પ્રમુખ
માહિતી આપવામાં આવશે
^ દાહોદ તાલુકા પંચાયતના ઉપ પ્રમુખે જે માહિતી માંગી છે તે કાયદા પ્રમાણે આપવામાં આવશે.
પારૂલબા પરમાર, પ્રોગ્રામ ઓફિસર