માર્ગ અકસ્માતના બનાવમાં બેના મોત

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘોઘંબા તાલુકાના કાંટુ ગામે બે બાઇક સામ સામે ભટકાતા એકનું મોત કાંટુ ખાતે થયુ હતુ. જ્યારે બીજા બનાવમાં દેવગઢ બારીયાનો યુવાન રિછવાણી ખાતે મેટલના ઢગલામાં બાઇક સાથે પડતા જીવલેણ ઇજાઓ થતા સારવાર દરમિયાન મોત થયુ હતુ. આ અંગે ઘોઘંબામા પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે. ઘોઘંબા તાલુકાના વાવકુંડલી ગામનો યુવાન રંગીત ભોદુભાઇ બારીયા તેમની બાઇક પર ત્રણ સવારીમાં તેમના ગામ તરફ જતા હતા. આ વખતે કાટું ગામની સીમમાં બે બાઇકો સામ સામે ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેથી ચાલક રંગીતને ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભયું મોત થયુ હતુ. આ અંગે ફરિયાદ શંકરભાઇ લીમજીભાઇ બારીયાએ આપતા પેાલીસે તપાસના ચક્રોગતિમાન કરી ફરાર બાઇક ચાલકની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. અન્ય બનાવમાં દેવગઢબારીયાના વિજય જયંતીભાઇ ચીખલીગર તેની બહેનના ઘરે જવા માટે બાઇક ઉપર નિકળ્યો હતો. તે દરમિયાન રિછવાણી નજીક આવતા તેને તેના સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી રોડની સાઇડ ઉપર નાંખવામાં આવેલા મેટલના ઢગલામાં પછડાતા તેને માથાના ભાગે જીવલેણ ઇજાઓ પહોંચી હતી. તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલમાં ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થતા દેવગઢ બારીયા પોલીસે જીરો નંબરથી ફરિયાદ નોંધી ઘોઘંબાને મોકલી આપી હતી. પોલીસે બંને માર્ગ અકસ્માતના બનાવની તપાસના ચક્રોગતિમાન કર્યા છે.