• Gujarati News
  • કબીરપંથ સમાજ સેવા ટ્રસ્ટની સભા

કબીરપંથ સમાજ સેવા ટ્રસ્ટની સભા

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
. કબીર પંથ સમાજ સેવા ટ્રસ્ટ (પંચમહાલ-દાહોદ જિલ્લા) દ્વારા ૧૮મી એપિ્રલે કબીર સેવાશ્રમ કંબોઇ મુકામે મહંત દયાનંદ દાસજી સાહેબના અધ્યક્ષ સ્થાને વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી. કાર્યક્રમ પૂર્વે સતલોકવાસી મહંત જગમોહનદાસજી સાહેબ ભામૈયાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ટ્રસ્ટના મહામંત્રી મહંત છગનદાસજી સાહેબે વાર્ષિક અહેવાલ, હિસાબ, ઓડીટ રિપોર્ટ રજૂ કરીને ટ્રસ્ટના વિકાસલક્ષી કાર્યો તથા પ્રવૃત્તિઓનો ખ્યાલ આપ્યો હતો. મહંત બાપુદાસજી સાહેબ તથા મહંત સુમરણદાસજી સાહેબે સર્વને ટ્રસ્ટનું સભ્ય પદ ધારણ કરી સંગિઠત બનીને સદગુરૂ કબીર વિચારધારાના પ્રચાર પ્રસારને વેગવંતો બનાવવા અનુરોધ કર્યો હતો.
સુખસરની વિદ્યાર્થીની રાજ્ય કક્ષાએ િદ્વતિય
સુખસર . ફતેપુરા તાલુકાના સુખસરમાં એલ.બી.કટારા કન્યા વિધ્યાલયની વિદ્યાર્થીની લબાના મિનાક્ષીબેન ધો.૯એ અખિલ ગાયત્રી પરીવાર દ્વારા યોજાયેલા વાચન સ્પધૉ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેમાં તેણે પંચમહાલ દાહોદમાં યોજાયેલી સ્પધૉમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી રાજ્ય કક્ષાએ અમદાવાદ ખાતે ભાગ લીધો હતો. જેમાં આ વિદ્યાર્થીનીએ િદ્વતિય નંબર પ્રાપ્ત કરતા ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
ટ્રેન નીચે પડતુ મુકી આધેડનો આપઘાત
ગોધરા . મોરવા તાલુકાનાં સાલીયા ગામે રહેતા ભવાનસિંહ નાથાભાઇ વણકર (ઉવ.૪૫) છેલ્લા કેટલાક સમયથી ટીબીની બિમારીમાં સપડાયા હતા. તેમજ તેઓના અસ્થિર મગજના કારણે ગત તા.૨૦ એપિ્રલના રોજ સંતરોડ સાલીયા ફાટક પાસેના રેલવે ટ્રેક ઉપરથી પસાર થતી ટ્રેન નીચે તેઓએ પડતુ મુકી આપઘાત કર્યો છે. જે અંગે મોરવા પોલીસે અકસ્માત મોત અન્વયે નેાંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.