૧૦૦ અને પ૦૦ના દરની ૮ બનાવટી નોટ મળી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ બીઓબી શાખાના અધિકારીની ફરિયાદનાં પગલે એસઓજીએ તપાસ આદરી નડિયાદ શહેરના આશ્રમ રોડ પર આવેલ બીઓબી બેન્કની શાખામાંથી રૂ.૧૦૦ના દરની બે તથા રૂ. પ૦૦ના દરની ૬ બનાવટી ચલણી નોટ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. ખેડા તથા આણંદ જિલ્લામાં આવેલ બેંક ઓફ બરોડાની શાખાઓમાં કોઈ અજાણ્યો ઈસમ રૂ. ૧૦૦ના દરની બે તથા રૂ. પ૦૦ના દરની ૬ બનાવટી નોટનો ખરા તરીકે ઉપયોગ કરી ફરાર થઈ ગયો હતો. આ નોટ નડિયાદ આશ્રમ રોડ પર આવેલ બેંક ઓફ બરોડા શાખામાં આવતાં આ નોટો બનાવટી હોવાનું માલુમ પડ્યું હતું. આ સંદર્ભે બેંકનાં અધિકારી સુબ્રમણ્યમ વિશ્વનાથમ વિનાયકમે શહેર પોલીસ મથકે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવટી નોટનાં નંબર રૂ. ૧૦૦ના દરની (૧)૬જીડી-૦૭પ૯પ૦ (૨) ૩એફવી-૬૮૩૭૦૭ રૂ. પ૦૦ના દરની (૧)૩એએ-૧૬૩૦૩૧ (૨)૮ઈક્યુ-૨૬૦૯૪૨ (૩) પએએચ-૪૩૭૧૨૦ (૪)પસીએન-૯૭૬૯૭પ (પ)પડીએ-૬૭૮પ૧૧ તથા (૬)૯સીએન-૯૬૪૩૭૭