• Gujarati News
  • લગ્નના વરઘોડામાં ૨૦૦ના ટોળાનો હુમલો

લગ્નના વરઘોડામાં ૨૦૦ના ટોળાનો હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૨૭ ઈસમો સહિ‌ત ટોળા સામે એક્ટ્રોસીટી સહિ‌તના કાયદા હેઠળ રૂરલ પોલીસે ગુન્હો નોંધી ૯ આરોપીઓ ઝડપ્યા : ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું :
ભાસ્કર ન્યુઝ.મોડાસા
મોડાસા તાલુકાના કુડોલ ગામે શનિવારની રાત્રીએ દલિત યુવાનના વરઘોડામાં ગામના જ કેટલાક લોકોની આગેવાનીમાં ૨૦૦ જણાના ટોળાએ હૂમલો કરતાં આ ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી. અને બનાવને પગલે જિલ્લા પોલીસ વડાએ ગામમાં પ્રસરેલી તંગદીલી સામે પોલીસનો મોટો કાફલો ખડકી દીધો હતો.
કુડોલ ગામના મુળજીભાઈ રેવાભાઈ ચમારના દિકરા કેતનનો લગ્ન પ્રસંગ હોઈ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો હતો. પોતાના દિકરાનો વરઘોડો વાજતે ગાજતે કાઢવા ઈચ્છતા મુળજીભાઈએ અગમચેતી વાપરી વરઘોડામાં પોલીસ બંદોબસ્તની માગણી કરતાં મોડાસા રૂરલ પોલીસે બંદોબસ્ત ફાળવ્યો હતો. શનિવારની રાત્રીએ મુળજીભાઈના ઘરેથી બેન્ડવાજાની સાથે વરઘોડો ગામમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક આ વરઘોડો ઠાકોર વાસમાં આવતાં કેટલાક લોકોએ પથ્થરમારો કરી વરઘોડા ઉપર તુટી પડયા હતા. અને જોતજોતામાં તો હો હા અને હાકોટા વચ્ચે મોટા ટોળા દ્વારા કરાયેલા હૂમલાથી નાસભાગ મચી હતી. અને વરઘોડામાં જોડાયેલા લોકો સહિ‌ત ૭ જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી.
અચાનક થયેલા હૂમલાથી વરઘોડો વીખરાયો હતો અને બેન્ડવાજાના સુર બચાવો બચાવોની કિકિયારીમાં પલટાયા હતા. આ બનાવને પોલીસે ૨૭ ઈસમો સહિ‌ત ૨૦૦થી વધુના ટોળા સામે એક્ટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ડીવાયએસપીને તપાસ સોંપી હતી.
કુડોલ ગામે દલિત યુવાનના વરઘોડા પર ટોળા દ્વારા કરાયેલા હૂમલામાં પો.કો.કનુભાઈ લીમ્બચીયા સહિ‌ત ૭ જેટલા ઈસમોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં મોડી રાત્રે ખસેડાયા હતા.