• Gujarati News
  • આજે મોડાસામાં નરેન્દ્ર મોદીની જાહેર સભા

આજે મોડાસામાં નરેન્દ્ર મોદીની જાહેર સભા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રીની મોડાસા સભાનો સમય બદલાયો
ભાસ્કર ન્યૂઝ.મોડાસા
ગુજરાતમાં આગામી ૩૦ એપ્રિલના રોજ લોકસભાની ૨૬ બેઠકોની ચૂંટણીઓ યોજાશે. ૭માં ચરણની આ ચૂંટણીઓનો જાહેર પ્રચાર આજે સાંજથી બંધ થશે ત્યારે ભાજપાના સ્ટાર પ્રચારક અને વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની રાજયમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસની પ્રથમ સભા મોડાસા ખાતે યોજાશે.આજે સવારે ૧૦ વાગ્યે મોડાસાની જીઆઇડીસીની બાજુની જગ્યામાં નરેન્દ્ર મોદીની લોખંડી સુરક્ષા વચ્ચે સભા યોજાશે.
સભાને પગલે જીલ્લા પોલીસે આ સભાના સ્થળથી માંડી મોડાસામાં ૬૦ અધિકારીઓની રાહબરી હેઠળ પ૦૦ પોલીસ જવાનોની સુરક્ષનો અભેદ કિલ્લો રચી દીધો છે. મોડાસા ટાઉન પોલીસ ઇન્સ્પેકટર કે.જે.ચૌધરી ના જણાવ્યા મુજબ જીલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પ- વિભાગીય પોલીસવડા,૮-પોલીસ ઇન્સ્પેકટર,ની રાહબરી હેઠળ ૪પ પોલીસસબ ઇન્સ્પેકટર,૩પ૦ કોન્સ્ટેબલ,૩પ મહીલા કોન્સ્ટેબલ અને ૭પ હોમગા‌ર્ડ‌ જવાનો સ્થિતિ ઉપર ચાંપતી નજર રાખશે.