• Gujarati News
  • બાયડ તાલુકાના સરસોલીમાં બે મકાનની દિવાલ ધરાશાઇ થતા દોડધામ મચી

બાયડ તાલુકાના સરસોલીમાં બે મકાનની દિવાલ ધરાશાઇ થતા દોડધામ મચી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શુક્રવાર મોડી રાત્રીએ બનેલ બનાવમાં ૮ નો ચમત્કારીક બચાવ
ગટર લાઇનના ભેજને લઇ દિવાલો ધરાશાઇ થયાનું પ્રાથમીક તારણ
ભાસ્કર ન્યુઝ.બાયડ
બાયડ તાલુકાના સરસોલી ગામે ગોસ્વામી પરિવાર તથા ત્રિવેદી પરિવારના મકાનની દિવાલ અચાનક જ ધરાશાઇ થઇ જતા દોડધામ મચી જવા પામી હતી. ત્યારે ઘરમાં સુતેલા ૮ વ્યક્તિનો ચમત્કારી બચાવ થયો હતો.
આ અંગે વધુ વિગત આપતા વસંતભાઇ પ્રજાપતિ એ જણાવ્યું કે સરસોલી ગામમાં રહેતા અમરતગીરી માધગીરી ગોસ્વામી તથા કમલેશભાઇ ત્રિવેદી તેમના પરિવાર સાથે શુક્રવાર રાત્રીએ સુઇગયા બાદ મોડી રાત્રીએ અચાનક જ ઘરની મુખ્ય દિવાલો ધડાકા સાથે ધરાશાઇ થઇ જતા દોડધામ મચી ગઇ હતી. ત્યારે બન્ને ઘરની અંદર સુતેલા ૮ વ્યક્તિઓનો ચમત્કારી બચાવ થયો હતો. દિવાલો ધરાશાઇ થવાને લઇ ઘરવખરી દટાઇ ગઇ હતી.દિવાલો ધરાશાઇ થવાનું પ્રાથમીક તારણ ગટર લાઇનના ભેજને લઇ થયું હોવાનું મકાન માલિકે જણાવ્યું હતું.
શુક્રવારે મોડી રાત્રીએ બનેલ આ બનાવને લઇ મોટી સંખ્યાં લોકો મદદે દોડી પહોચ્યા હતા.સત્વરે સરકાર સહાય ચુકવે તેવી માગણી ઉઠવા પામી છે.