• Gujarati News
  • મોડાસા સીટી સર્વે કચેરી ખાનગી કોમ્પલેક્ષના ચોથે માળે ખસેડાતાં હાલાકી

મોડાસા સીટી સર્વે કચેરી ખાનગી કોમ્પલેક્ષના ચોથે માળે ખસેડાતાં હાલાકી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉતારાઓ મેળવવા ૬પ પગથીયા ચડતા અજરદારો હાંફયા : ખાલી કચેરીએ અરજદારોને ધરમ ધક્કા
ભાસ્કર ન્યૂઝ.મોડાસા
મોડાસા ખાતેની સીટી સર્વે સુપ્રી.ની કચેરી અગાઉ ગ્રાઉન્ડ ફલોર ઉપર કાર્યરત હતી.પરંતુ કેટલાક અગમ્ય કારણોસર આ કચેરીને નગરના એક ખાનગી કોમ્પલેક્ષના ચોથા માળે ખસેડવામાં આવતાં અરજદારો સહિ‌ત પ્રજામાં ભારે રોષ ફેલાયો હતો.
જમીન,મકાન કે અન્ય મિલકતોના જરૂરી ઉતારાઓ મેળવવા મોટી સંખ્યામાં અરજદારો સીટી સર્વે સુપ્રીટેન્ડેન્ટની કચેરી એ રોજબરોજ આવતા હોય છે.આવી અગત્યની સરકારી કચેરી અગાઉ નગરના મધ્ય ભાગ માં ગ્રાઉન્ડ ફલોર ઉપર આવેલી સરકારી બીલ્ડીંગમાં કાર્યરત હતી. પ્રજાની સેવા સુવિધાને ધ્યાને રાખી તંત્ર દ્વારા આ કચેરી મામલતદાર કચેરીની નવી બીલ્ડીંગમાં ખસેડાઇ હતી અને જીલ્લાની જાહેરાત બાદ મોડાસા ખાતે શરૂ કરાયેલ કલેકટર કચેરીના કારણે આ કચેરીને અન્યત્ર ખસેડાઇ હતી.
બે થી ત્રણ જગાઓ બદલાયા બાદ આ કચેરીને શામળાજી રોડ ઉપરના મેઘરજી કોમ્પલેક્ષમાં ચોથા માળે ખસેડાતાં તંત્રના આ વિસ્મય પમાડે તેવા નિર્ણય સામે પ્રજામાં રોષ વ્યાપ્યો હતો. બુધવારના રોજ આ કચેરીએ જરૂરી ઉતારા મેળવવા આવેલા એક પ્રોઢના જણાવ્યા મુજબ સાહેબ ૬પ પગથીયા ચડી ઉપર આવ્યો છું. કચેરી સાવ ખાલી છે. કોઇ સાહેબ નથી. હવે આટલા જ પગથીયા ઉતરી ખાલી હાથે જવું પડશે.
આમ આ કચેરીએ જરૂરી ઉતારા મેળવવા આવતા તમામ લોકો પગથીયા ચડીને હાંફી જાય છે. અને કામ નહીં થતાં ધરમધક્કા થી પારાવાર પરેશાની નો ભોગ બની રહયા છે. જયારે આ કચેરી અગાઉ જયાં કાર્યરત હતી.તેવું પોસ્ટ ઓફીસ પાસેનું બીલ્ડીંગ ખાલી છે. ત્યારે લોકોમાં ભારે આશ્વર્ય ફેલાઇ રહયું છે.