• Gujarati News
  • બાયડમાં ટ્રાફિક સમસ્યાથી પરેશાની

બાયડમાં ટ્રાફિક સમસ્યાથી પરેશાની

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્ટેટ બેન્ક આગળનું શાકભાજી બજાર અન્ય સ્થળે ખસેડવા માગ
ભાસ્કર ન્યુઝ.બાયડ
બાયડમાં ટ્રાફિક સમસ્યાને લઇ આમ પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે. ચક્કાજામને લઇ નાનામોટા અકસ્માતો ની સંખ્યા વધતી જાય છે.
બાયડમાં ગાબટ રોડ ત્રણ રસ્તા,બસ ડેપો વિસ્તાર,પેટ્રોલ પંપ આગળ વારંવાર ટ્રાફિક ચક્કાજામ થવાને લઇ લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. સ્ટેટ બેન્ક આગળ તો સાંજના સુમારે વાહન કાઢવું અત્યંત કઠીન બની જાય છે. સ્ટેટ બેન્ક આગળ શાકભાજી બજાર ને લઇ મુખ્ય સમસ્યા ટ્રાફિક ની સર્જા‍ય છે. સંખ્યા બંધ વાહન ચાલકોમાતો લાઇસન્સ પણ હોતા નથી સ્કુલો છુટવાને સમયે પણ સ્ટેશન રોડ જામ થઇ જાય છે. એક તરફ શામળાજી થી કપડવંજ સુધીનો માર્ગ સારો બની જતા હવે ગોધરા તરફ જતા મોટા વાહનો બાયડ તરફ વળી ગયા છે. જેને લઇ ને પણ અવારનવાર ટ્રાફિક જામ થઇ જાય છે. પાલીકા સ્ટેટ બેન્ક આગળના શાકભાજી બજાર ને અન્ય સ્થળે ખસેડે તેવી માગણી નગરજનોમાંથી ઉઠવા પામી છે.