• Gujarati News
  • મુદ્રક અને પ્રકાશકના નામ વગર છપાયેલા સાહિ‌ત્ય સામે તપાસ હાથ ધરાશે

મુદ્રક અને પ્રકાશકના નામ વગર છપાયેલા સાહિ‌ત્ય સામે તપાસ હાથ ધરાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા : લોકસભા ચૂંટણી દરમ્યાન પ્રચારના ભાગરૂપે પ્રસિધ્ધ કરાતા સાહિ‌ત્ય, ભીંતપત્ર, પેમ્ફલેટ, ચોપાનીયા કે આવી કોઇપણ છપાયેલ સામગ્રી ઉપર મુદ્રક અને પ્રકાશકના નામ-સરનામા છાપવા અને જરૂરી નિયમોની અમલવારી હેતુસર અરવલ્લી જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. ભારતના ચૂંટણી પંચના તા.૨-૯-૧૯૯૪ ના હુકમથી ચૂંટણી દરમ્યાન છાપી પ્રસિધ્ધ કરાતા સાહિ‌ત્ય ઉપર કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. આ જોગવાઇઓ હેઠળ તમામ પ્રકારના ચોપાનીય, પેમ્પલેટ પોસ્ટર ઉપર મુદ્રક અને પ્રકાશકે પોતાનું નામ-સરનામું પ્રસિધ્ધ કરવાનું રહેશે. જયારે છપાયેલ દસ્તાવેજોની નકલો સાથે સહી સાથે સંબધીત કચેરીએ રજૂ કરવાના રહેશે. જાહેરનામામાં પ્રસિધ્ધ કરાયેલ જોગવાઇઓના ભંગ બદલ મુદ્રણાલયનું લાયસન્સ રદ કરવા સુધીમાં પગલાં ભરવામાં આવનાર હોવાનું જિલ્લા મેજીસ્ટ્રેટ કચેરી દ્વારા જણાવાયું હતું.