• Gujarati News
  • બાયડ તાલુકામાં લોકોને પડતી મુશ્કેલીઓ ને લઇ આવેદન પત્ર અપાયું

બાયડ તાલુકામાં લોકોને પડતી મુશ્કેલીઓ ને લઇ આવેદન પત્ર અપાયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ.બાયડ
બાયડ તાલુકામાં રહેતા સંખ્યા બંધ ગરીબ લોકો તથા ખેડુતો ને પડતી સમસ્યાઓ ને લઇ બાયડ પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
આ અંગે મળેલ માહિ‌તી મુજબ ગુરૂવારના રોજ રાષ્ટ્રીય રોજગાર ખાતરી કામદાર યુનિયન ધ્વારા બાયડ પ્રાંત અધિકારી ને તાલુકામાં વસતા ગરીબ લોકોને પડતી મુશ્કેલીઓ ને લઇ આવેદન પત્ર પાઠવ્યું હતું.જેમાં ૨૧ જેટલા અગત્યના મુદ્દાઓ ને આવરી લેવાયા હતા.જેમાં છેલ્લા ૧૦ વર્ષથી બાયડ પુરવઠા કચેરીનું લોલમલોલ બહાર આવ્યું છે.વર્ષાથી રેશનીંગકા‌ર્ડ‌માં કા‌ર્ડ‌નું વિભાજન કરવામાં આવતું જથી,દરેક સસ્તાઅનાજની દુકાને થીજ કુપન મળે તેવી વ્યવસ્થા,નરેગા યોજનામાં થી પશુઓ માટે તબેલા બનાવી આપવા બાબત જેવી અનેક માંગણી ઓ દર્શાવતું આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.આ આવેદન પત્ર પાઠવતી વેળાએ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ મામલે બાયડ પ્રાંત અધિકારી સિધ્ધીબેન પટેલે જણાવ્યું કે તમામ સમસ્યાઓ ને લઇ લાગતી વળગતી કચેરીઓમાં જાણ કરવામાં આવશે