• Gujarati News
  • અરવલ્લીમાં ધોરણ ૧૦માં ૨૮૪ વિદ્યાર્થીઓ ગેરહાજર

અરવલ્લીમાં ધોરણ ૧૦માં ૨૮૪ વિદ્યાર્થીઓ ગેરહાજર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાયડમાં વિદ્યાર્થીઓને તીલક કરી પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાયો
ભાસ્કર ન્યુઝ.બાયડ,મોડાસા
અરવલ્લી જીલ્લામાં ધોરણ ૧૦ની પરીક્ષાઓ શરૂ થઇ છે.ત્યારે સમગ્ર જીલ્લામાં કુલ ૧૩૮૦૩ વિદ્યાર્થીઓમાંથી ૧૩પ૧૯ વિદ્યાર્થીઓ હાજર રહેવા પામ્યા હતા. જ્યારે ૨૮૪ વિદ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. પ્રથમ ગુજરાતીનું પેપર કેટલાક વિદ્યાર્થીઓને અઘરૂ તો કેટલાક વિદ્યાર્થીઓ બી વિભાગ ખુબજ અઘરો લાગ્યો હતો.બાયડ ખાતે એન.એચ.શાહ હાઇસ્કુલમાં જાયન્ટસગૃપ ધ્વારા દરેક વિધ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોઢુ મીઠુ કરાવી પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાયો હતો. ધોરણ ૧૦માં એક પણ કોપી કેસ નોધાવા પામ્યો ન હતો.
ધોરણ-૧૨ ની પરીક્ષાના પ્રથમ નામાના મુળતત્વોની પરીક્ષામાં જિલ્લાના ૯ કેન્દ્રો ઉપરથી ૧૦૬૪ પરીક્ષાર્થીઓ જોડાયા હતા. જયારે નોંધાયેલ બે વિકલાંગ પરીક્ષાર્થીઓ સહિ‌ત ૪ પરીક્ષાર્થીઓની ગેરહાજરી નોંધાઇ હતી.
મોડાસા કેન્દ્ર ઉપર જાયન્ટસ કલબ, મારૂતી વિકાસ મંડળ અને મોડાસા કેળવણી મંડળ દ્વારા પરીક્ષાર્થીઓને કુમ કુમ તીલક કરી ગુલાલ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારી અર્જુનસિંહ પી.ઝાલા, મંડળ પ્રમુખ બીપીનભાઇ શાહ, કેન્દ્ર સંવાહક રાકેશભાઇ મહેતા, હીરાભાઇ પટેલ, સુભાષભાઇ પટેલ,નીલેષભાઇ જોષી અને પ્રિન્સીપાલ વનીતાબેન પટેલ સહિ‌તના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.