• Gujarati News
  • જગદીશ ઠાકોરની બાદબાકીથી સમાજના આગેવાનોમાં રોષ

જગદીશ ઠાકોરની બાદબાકીથી સમાજના આગેવાનોમાં રોષ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સહિ‌ત વિરોધ પક્ષના નેતાને લેખીત રજૂઆત કરાઇ
ભાસ્કર ન્યૂઝ.મોડાસા
ઠાકોર સમાજના એક માત્ર સાંસદ જગદીશ ઠાકોર ઉપર યેનકેન પ્રકારે દબાણ લાવી ઉમેદવાર તરીકે ખસેડવા અને ચૂંટણી પ્રક્રિયાથી દુર રાખવાના કાવતરાઓથી ખીન્ન બનેલા અરવલ્લી જિલ્લા ઠાકોર સમાજના અગ્રણીઓએ મોડાસા ખાતે બેઠક કરી પોતાનો ઉગ્ર રોષ વ્યકત કર્યો હતો.
મોડાસાના કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરના નિવાસ સ્થાને બુધવારે યોજાયેલ એક અગત્યની બેઠકમાં શિવસિંહ ઠાકોર ((ધનસુરા)) જયમલસિંહ ખાંટ ((માલપુર)) જિલ્લા કોંગ્રેસના મંત્રી હિંમતસિંહ, પ્રફુલ્લભાઇ પગી ((ભિલોડા)) રાયચંદભાઇ ડામોર ((મેઘરજ)) વજેસિંહ પરમાર ((બાયડ)) સહિ‌તના અગ્રણીઓએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ હાઇકમાન્ડ સામે પોતાનો ઉગ્ર રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે સમાજના એક માત્ર સાંસદ જગદીશ ઠાકોરને ઇરાદાપૂર્વક હડસેલવામાં આવી રહ્યા છે.
તેઓ પાટણ બેઠકના મજબૂત ઉમેદવાર હોવા છતાં કેટલાક પરીબળો જગદીશ ઠાકોરને નીશાન બનાવી ઠાકોર સમાજને અન્યાય કરાઇ રહ્યો છે ત્યારે કોંગ્રેસ દ્વારા ઠાકોર સમાજના લાયક ઉમેદવારોને લોકસભામાં પસંદગી આપવા અને જગદીશ ઠાકોરને પાટણ ઉપરથી ઉમેદવાર બનાવવા ઠાકોર સમાજ દ્વારા પ્રદેશ કક્ષાએ રજૂઆત કરાઇ છે અને જરૂર પડે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઇ છે.