તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • મોડાસા ડેપોમાં ગટર ઉભરાતા ગંદકીથી મુસાફરો ત્રાહિ‌મામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસા ડેપોમાં ગટર ઉભરાતા ગંદકીથી મુસાફરો ત્રાહિ‌મામ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.મોડાસા
મોડાસા એસ.ટી સ્ટેન્ડ પાસેથી પસાર થતી પાલીકાની ગટરમાંથી ગંદુપાણી ઉભરાઇ ડેપોમાં ભરાતું હોઇ ફેલાતી અસહ્ય ગંદકીથી મુસાફરો સહિ‌ત અહીની પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પોલીસ જવાનો ત્રાહિ‌મામ પોકારી ઉઠયા હતા.
વિવિધ યોજનાઓ હેઠળ મોડાસા નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નીકાલ માટે વર્ષે દહાળે કરોડો ખર્ચાય છે. પરંતુ તંત્રના નિયંત્રણના અભાવે કે સાંઠગાંઠથી આવી ગટરની પાઇપ લાઇનોમાં ગેરકાદેસર રીતે કનેકશનો જોડી ગંદકી ફેલાવાતી હોવાની વારંવારની ફરીયાદ છતાં નક્કર કાર્યવાહીના અભાવ વચ્ચે એસ.ટી.રોડ ઉપરની ગટર ઉભરાઇ ડેપોમાં ગદકી પ્રસરતાં મુસાફરો સહિ‌ત રાહદારીઓ ત્રસ્ત બન્યા હતા.
મોડાસા એસ.ટી. સ્ટેશનના ગેટ પાસે ઉભરાતી ગંદા પાણીની ગટર થી આસપાસ ફેલાતી ગંદકીથી મુસાફરોને પારવાર પરેશાની ભોગવવાનો વારો આવી રહ્યો છે.એસ.ટી ડેપોમાં જતા મુસાફરોને ન છૂટકે ગંદકીમાં પગ મૂકી પસાર થવું પડે છે. જ્યારે નજીકની લીઓ પોલીસ ચોકી ઉપર ફરજ બજાવતા પોલીસ કર્મીઓ પણ બેસી શકતા નથી ત્યાર સંલગ્ન તંત્ર દ્વારા સત્વરે યોગ્ય કામગીરી હાથ ધરાય તેવી માંગ ઉઠી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો