તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • શિવભકતોએ ભગવાન ભોળાનાથને વિશેષ પૂજા અર્ચનાથી રીઝવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિવભકતોએ ભગવાન ભોળાનાથને વિશેષ પૂજા-અર્ચનાથી રીઝવ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.મોડાસા
દેવાધી દેવ મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરી તેઓની કૃપાપાત્ર થવાનું મહાશિવરાત્રી પર્વ મોડાસા સહિ‌ત સમગ્ર પંથકમાં શ્રધ્ધાભેર ઉજવાયું હતું પંથકના શિવાલયો વહેલી સવારથી જ શિવભકતોથી ઉભરાયા હતા.
મોડાસા પંથકના કાશી વિશ્વનાથ મહાદેવ,ગેબીનાથ મહાદેવ,રામનાથ મહાદેવ((બાજકોટ)),પશુપતિનાથ મહાદેવ((પાલનપુર)),લંકેશ્વર મહાદેવ((જાલોદર)) ર્તીથેશ્વર મહાદેવ((સાઇમંદિર)),વૈજનાથ મહાદેવ((ઓધારી મંદિર)) પંચમુખી મહાદેવ((વડેશ્વરમદિર)),કુભેરા મહાદેવ((શામપુર)),આસુતોષ મહાદેવ((રખીયાલ)),કાલીન્દર મહાદેવ ((શીણોલ)) સહિ‌તના શિવાલયોમાં ભગવાન ભોળાનાથની પૂજા-અર્ચના કરી ભકતોએ ધન્યતા અનુભવી હતી. જળ,દૂધ,દહી,મધ,શેરડીનોરસ,ગાયનું ઘી,સાકર સહિ‌ત બીલ્વપત્રનો અભિષેક અને લઘુરૂદ્ર યોજવામાં આવ્યા હતા.
નાથ સંપ્રદાયના સાધુ રામનાથ મહારાજ અને ગેબીનાથ મહારાજ દ્વારા મોડાસા પંથકના બાજકોટ અને માજુમ નદી કાઠે પ્રગટેલા સ્વંયભૂ શીવલીંગની પૂજા કરી બનાવાયેલ રામનાથ મહાદેવ,ગેબીનાથ મહાદેવ મંદિરે શિવભકતોની ભારે ભીડ જામી હતી.મહાશિવરાત્રી પર્વે પરંપરાગત રીતે યોજાતા મેળાઓથી ગેબીનાથ મંદિર અને વિરેશ્વર મહાદેવ((મહાદેવપુરા)) ભારે ભીડ વર્તાઇ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો