તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • મેઘરજ પંથકમાં ૨પ૦ ગ્રામના બરફના ટુકડા પડતાં વ્યાપક નુકસાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેઘરજ પંથકમાં ૨પ૦ ગ્રામના બરફના ટુકડા પડતાં વ્યાપક નુકસાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કમોસમી હિ‌મવર્ષાથી ખેતી પાકનો ખાત્મો
ભાસ્કર ન્યૂઝ.મેઘરજ
મેઘરજ તાલુકાના રેલ્લાવાડાથી લીંભોઇ સુધીના ૨પ કીમી. વિસ્તારમાં બુધવારની રાત્રે અચાનક બરફના પ૦ ગ્રામ વજનથી માંડીને ૨પ૦ ગ્રામ વજન સુધીના કરા પડતાં કમોસમી હિ‌મવર્ષાથી ખેતી પાકનો ખાત્મો બોલી જતાં ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જા‍ઇ છે.
મેઘરજ તાલુકાના રેલ્લાવાડા, કસાણા,ઉકરડી,પંચાલ,વડથલી,ખોખરીયા,જીતપુર,જીવણપુર, અદાપુર,સીસોદરા,ઢેમડા,નાની મોયડી અને લીંભોઇ વિસ્તારના ૨૦ થી વધુ ગામોમાં બુધવારની રાત્રે ૮ વાગ્યાના સુમારે ગાજવીજ સાથે કમોસમી માવઠુ થયુ હતું. આ માવઠામાં વરસાદનું પાણી પડવાને બદલે માત્ર બરફના કરા પડયા હતા.આ બરફના કરા પ૦ ગ્રામ વજન થી માંડીને ૨પ૦ ગ્રામ વજન સુધીના હોવાનુ લોકોએ અનુભવ્યું હતું.ઉપરોક્ત તમામ વિસ્તારના માર્ગ પર રીતસર બરફની ચાદર પથરાઇ ગઇ હતી.બરફના કરા સતત ૨પ મીનીટ સુધી જોશ ભેર પડતાં લોકોના ઘર ઉપરના નળીયા પણ તૂટી ગયા હતા. આ પ્રકારની હિ‌મ વર્ષા વયોવૃધ્ધ ખેડૂતોએ પોતાની ઉંમર પ્રથમ વાર જોયુ હોવાનુ
જણાવ્યું હતું.
તાલુકાના ૨પ કીમી વિસ્તારમાં કમોસમી હિ‌મવર્ષાથી ઘઉના ઉભા પાકનો ખાત્મો બોલી ગયો હતો.ઘઊના ઉભા પાકના છોડની વચ્ચેથીજ ડાળખીઓ વચ્ચેથી જ તૂટી જતાં સંપૂર્ણ પણે નાશ પામી ગયો હતો.આ સિવાય તાલુકાના સિસોદરા((અ)) ગામમાં નવાભાઇ દુધાભાઇ ખાંટના બળદ,લેબાભાઇ રૂમાભાઇ તાભીયાડની ગાય,વીરાભાઇ પુજાભાઇ તાભીયાડના બે બળદ અને અદા પુર ગામના પટેલ ખેમાભાઇ નાનાભાઇ ની ભેસને બરફના કરાથી ઇજાઓ પહોચી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો