- Gujarati News
- ખુલ્લામાં કુદરતી હાજતે બેસાડવાના મુદ્દે ઇટાડીમાં મારામારી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખુલ્લામાં કુદરતી હાજતે બેસાડવાના મુદ્દે ઇટાડીમાં મારામારી
તમોને એઇડસ થયો છે અહી થી જતા રહો કહી ઝઘડો કરાતાં ફરીયાદ કરાઇ
ભાસ્કર ન્યૂઝ.મોડાસા
મોડાસા તાલુકાના ઇટાડી ગામે છોકરીને ખુલ્લામાં શૌચક્રિયા માટે બેસાડવાના મુદ્દે થયેલા ઝઘડા બાદ તમોને એઇડસ થયો છે તમો અહીથી જતા રહો કહી મારામારી કરાતાં રૂરલ પોલીસે ગામના ચાર ઇસમો સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
ઇટાડી ગામે રહેતા કાળાભાઇ છાલુભાઇએ ગામના જ એક ઇસમના ઘરે જઇ તમારી છોકરીને સંડાસ જવા ખુલ્લામાં કેમ બેસાડો છો તમોને એઇડસ થયો છે તમો અહીથી જતા રહો કહી અપશબ્દો બોલી અન્ય પરીવાજનોની મદદગારી લઇ મારામારી કરતાં ચકચાર મચી હતી.જાહેરમાં એચઆઇવીગ્રસ્તને કે તેના પરીવાર સાથે અસભ્ય વર્તન કરી માર મારતા આ બનાવે સમગ્ર પંથકમાં ખળભળાટ મચાવ્યો હતો.
મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને ઇટાડી ગામના કાળાભાઇ છાલુભાઇ પરમાર,કૈલાશબેન કાળાભાઇ,રમેશભાઇ બબાભાઇ અને ભરતભાઇ બબાભાઇ ના ઓ સામે ફરીયાદ નોધાતાં પોસઇ જે.આર.ઝાલાએ કાર્યવાહી હાથ ધરી હતી.