તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પછાતવર્ગને નહીં સમાવાતા કોંગ્રેસના સભ્યોએ વિરોધ કર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પછાતવર્ગને નહીં સમાવાતા કોંગ્રેસના સભ્યોએ વિરોધ કર્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૨૦-કામદારો,મહેકમની ૧પ જગાઓ સહિ‌ત ૧૧ માસના કરાર ઉપર જગાઓ ભરવા ઠરાવો પસાર કરાયા
ભાસ્કર ન્યૂઝ.મોડાસા
મોડાસા નગરપાલિકાના સભાખંડમાં યોજાયેલ સામાન્ય સભામાં આગામી એક વર્ષ માટેની કારોબારી સહિ‌ત જુદી જુદી ૧૬ કમિટિઓની બહુમતે રચના કરાતાં છેલ્લા કેટલાય સમયથી વિવાદમાં પડેલ સમિતિની રચનાઓના પ્રશ્નનો અંત આવ્યો હતો. નગરપાલિકાની વિવિધ સમિતિઓમાં પછાતવર્ગને યોગ્ય પ્રતિનિધીત્વ નહી અપાતા અને વિરોધપક્ષના સભ્યોનો સમાવેશ નહી કરાતા વિરોધપક્ષ કોગ્રેસના સભ્યોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
ગત ૧૧ મી જાન્યુઆરીના રોજ મોડાસા નગરપાલિકાની વિવિધ સમિતિઓની મુદત પૂરી થયા બાદ સમિતિઓની રચનાનો મુદ્દો ચર્ચાએ ચડયો હતો.પાલિકા પ્રમુખ એસ.આર.પટેલના અધ્યક્ષ સ્થાને બુધવારે સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની રચનાનો ઠરાવ બહુમતે પસાર કરાતાં આગામી એક વર્ષ માટે કારોબારી સહિ‌ત ટાઉનપ્લાનીગ,બાધકામ,સેનેટરી જેવી ૧૬ સમિતિઓની રચના કરાઇ હતી.
૩૬ સભ્યો ધરાવતી મોડાસા નગરપાલિકાની આ જનરલ સભામાં ૩૩ અનુસંધાન પાના નં.૮ પર...
સભ્યો ની હાજરી વચ્ચે શાસક ભાજપ પક્ષે એજન્ડા ઉપર વિવિધ કામો બહુમતે મજૂર કર્યા હતા. જેમાં ૨૦ કામદારોની ભરતીનો મુદ્દો,મહેકમની ખાલી ૧પ જગાઓ અને મુદત પૂરી થતા ૧૧ માસની કરાર આધારીત જગાઓ ઉપર નિમૂણક માટે પસંદગી સમિતિને સત્તા સોંપાઇ હતી.

નગરપાલિકાની વિવિધ સમિતિઓમાં વરાયેલા ચેરમેન
સમિતિ ચેરમેન
કારોબારી સમિતિ અસિતકુમાર બી.શેઠ
ટાઉનપ્લાનીંગ સમિતિ મહેશકુમાર જે.ઘોડા
ગુમાસ્તા ધારા સમિતિ નીતીનભાઇ વી.પંડયા
જાહેરબાધકામ સમિતિ કમળાબેન એમ.રાવળ
દીવાબત્તી સમિતિ કિરણબેન પી.ભાવસાર
એસ્ટાબ્લીશમેન્ટ સમિતિ શીવાભાઇ આર. પટેલ
સમાજ કલ્યાણ સમિતિ સંગીતાબેન કે.પ્રજાપતિ
ભૂગર્ભ ગટર વ્યવસ્થા સમિતિ તારકભાઇ એસ.પટેલ
આરોગ્ય અને સેનેટરી સમિતિ અરવીંદભાઇ એમ.પંચાલ
બગીચા સમિતિ ગીતાબેન એ.પટેલ
પાણી પુરવઠા સમિતિ શૈલેશભાઇ કે.ભોઇ
વ્યવસાયવેરા અને કાયદા સમિતિ સુરેશભાઇ એન.ખાંટ
વેરા વસૂલાત સમિતિ બીનાબેન યુ.ત્રિવેદી
આઇ.એચ.એસ.ડીપી નરેન્દ્રભાઇ એસ.કડીયા
સુર્વણ જંયતી શહેરી રોજગાર સમિતિ અરવીંન્દાબેન આર. સગર
વાહનવ્યવહાર સમિતિ સુશીલાબેન ડી.રાઠોડ
રમતગમત અને સાંસ્કૃતિક સમિતિ અરવીન્દાબેન આર.સગર

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો