Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મેઘરજ નજીકની નર્સરીમાં આગથી વનસંપદાને નુકશાન
ઝાડ પર બેસેલા ભમરા મધને મેળવવા આગ લગાડાઇ : વન વિભાગ
ભાસ્કર ન્યૂઝ.મેઘરજ
મેઘરજ નજીક આવેલી ઢેકુડી નર્સરીની સામેના ડુગરની તળેટીમાં સોમવારની માંડીસાંજે એકાએક આગ લાગતા વનવિભાગની વનસંપદાને વ્યાપક નુકશાન પહોચ્યું હતું.
મેઘરજ પંચાલ માર્ગ પર આવેલી ઢેકુડી નર્સરીની સામે આવેલી ડુગરની તળેટીમાં સોમવારની મોડી સાંજે એકાએક આગની જવાળાઓ દેખાવા માંડી હતી.પ૦૦ ચોરસ મીટર વિસ્તાર કરતાં પણ વધુ વિસ્તારમાં લાગેલી આગ અંગે માર્ગમાંથી પસાર થતાં લોકોએ વનવિભાગને જાણ કરી હતી. પરંતુ તંત્રએ તેને ગંભીરતાથી નહી લેતા આગ વધુ સ્વરૂપ ધારણ કરે ત્યા સુધી તેને હોલવવા માટે કોઇ જ અસરકારક પગલા લીધા ન હતા.
જેના કારણે વ્યાપક પ્રમાણમાં વનસંપદાને નુકશાન પહોચ્યું હતું. આ આગમાં લીલા-સુકા વૃક્ષો તેમજ અન્ય નાના-મોટા જીવ જંતુ હોમાઇ ગયા હોવાનુ સ્થળ પર ઉપસ્થિત લોકો દ્વારા જણાવાયું હતું છેવટે વનવિભાગે માટી તેમજ લીલાઝાડના ડાળીઓ વડે આગને કાબુમાં લીધી હતી. આ અંગે વનવિભાગનો સંપર્ક સાધતાં ર્નોમલ રેન્જ કચેરીમાં હાજર કર્મચારી અમૃતભાઇ શ્રીમાળીએ આ વિસ્તારમાં આવેલા ઝાડ પર બેસતા ભમરા મધને મેળવવા માટે કોઇકે શખ્સોએ આગ લગાડી હોવાની શક્યતા દર્શાવી હતી.