તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • મોડાસા તાલુકા પંચાયતનુ રૂપિયા ૭૭ કરોડનું બજેટ મંજૂર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસા તાલુકા પંચાયતનુ રૂપિયા ૭૭ કરોડનું બજેટ મંજૂર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્ષ ૨૦૧૪-૧પ દરમ્યાન અંદાજીત આવક-જાવક દર્શાવતું બજેટ બહુમતે પસાર કરાયું
ભાસ્કર ન્યૂઝ.મોડાસા
ભાજપ શાસિત મોડાસા તાલુકા પંચાયતમાં યોજાયેલ સામાન્ય સભામાં વર્ષ ૨૦૧૪-૧પ માટે ૭૭ કરોડ થી વધુ રકમનું અદાજપત્ર બહુમતે પસાર કરાયું હતું. બજેટ બેઠકમાં વિરોધ પક્ષના નેતા જીગર મહેતાએ કેટલાક મુદ્દાઓ ઉપર વહીવટીતંત્રનું ધ્યાન દોરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
તાજેતરમાં મોડાસા તાલુકા પંચાયતની સામાન્ય સભા ઉપપ્રમુખ પી.ડી.પરમારના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ સભામાં વર્ષ ૨૦૧૪-૧પ દરમ્યાન અંદાજીત રૂપિયા ૭૭,૦૭૪,૦૦૦૦ની આવક અને રૂપિયા ૭૭,૦૬,૧૨૧૦૦ ના અંદાજીત ખર્ચ દર્શાવતુ અંદાજપત્ર બહુમતે પસાર કરાયું હતું. તાલુકા પંચાયતના ઇનચાર્જ એકાઉન્ટન્ટ અને સીનીયર કલાર્ક((શિક્ષણ)) ગોપાલભાઇ જે.પટેલ દ્વારા રજૂ કરાયેલ અંદાજપંત્રમાં આગામી વર્ષ દરમ્યાન રૂપિયા ૭૦ કરોડ પ૮ લાખ થી વધુની ગ્રાન્ટો સહિ‌ત રૂપિયા ૧ કરોડ ૯૭ લાખના સ્વભંડોળની અદાજીત આવકો સામે દેવા વિભાગની રૂપિયા ૬ કરોડ ૧૮ લાખ ની આવક મળી કુલ ૭૭ કરોડ ૭ લાખ ૪૦ હજાર ની આવકના અંદાજો સામે આગમી વર્ષ દરમ્યાન રૂપિયા ૭૭ કરોડ ૬ લાખ ૧૨ હજારનો ખર્ચે દર્શાવતુ પુરાત બજેટ બહુમતે પસાર કરાયું હતું. બજેટ બેઠકમાં વિરોધ પક્ષના નેતા જીગર મહેતાએ કેટલાક મુદ્દાઓ ઉપર વહીવટીતંત્રનું ધ્યાન દોરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ બેઠકમાં કારોબારી અધ્યક્ષ મહેન્દ્રસિંહ રાજપુરોહિ‌ત,ઇનચાર્જ ટીડીઓ જી.એ.મેમણ અને સદસ્યો સહિ‌ત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બજેટમાં શિક્ષણ, ગ્રામીણ કાર્યક્રમ, આરોગ્ય લક્ષી પોષણ કાર્યક્રમ, કુટિર ઉદ્યોગ માટે પણ રકમ ફાળવાઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો