તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • નિર્દોષ યુવાનની હત્યાના આરોપીને કો‌ર્ટે આજીવન કેદની સજા ફટકારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્દોષ યુવાનની હત્યાના આરોપીને કો‌ર્ટે આજીવન કેદની સજા ફટકારી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.મોડાસા
માલપુર તાલુકાના ગોઢ((મેવડા)) ગામે નજીવી બાબતે યુવાનના માથે કુહાડીનો ઘા ઝીકી દઇ મોત નીપજાવવાના ગુનાના આરોપીને મોડાસાની એડીશનલ સેશન્સ કો‌ર્ટે આજીવન કેદ સાથે રૂપિયા દસ હજારના દંડની સજાનો હુકમ કરતાં નિર્દોષ યુવાનની ઘાતકી હત્યા કરી નાખનાર આરોપીને સખ્ત સજાના આ ચુકાદોને પ્રજાએ આવકાર્યો હતો.
ગોઢ ગામે રહેતા હરેશભાઇ ધુળાભાઇ બામણીયાના ઘરે વાંકગામથી તેમની સાળી ભૂરીબેન મહેમાનગતીએ આવી હતી. અને આ ભુરીબેનને વાત કરવાના ઇરાદે ગામના રણજીત બામણીયાએ અટકાવતા આ મુદ્દે ગામના બે જુથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડો સર્જા‍યો હતો. આ ઝઘડાના બીજી દિવસે ગામમાં પાન-બીડીનો ગલ્લો ધરાવતા ભરતભાઇ મથુરભાઇ બામણીયા સવારે પોતાનો ગલ્લો ખોલી ગ્રાહકની રાહ જોઇ બેઠા હતા.ત્યારે રણજીતનો ભાઇ સુરેશ બામણીયા આ ગલ્લે ચા-ખાંડ લેવા આવતાં તેને જોઇ ગયેલા અન્ય જુથના ભલાજી ગલબાજી બામણીયા દોડી આવ્યા હતા અને સુરેશ સાથે ઉગ્ર બોલાચાલી કરતાં તેમના દીકરો મુકેશ કુહાડી સાથે અને મહેશ લાકડી સાથે દોડી આવ્યો હતો. પોતાના ગલ્લા ઉપર સર્જા‍તા આ ઝઘડાને ડામવા ભરત બામણીયાએ તમામને મારા ગલ્લા ઉપર ઝઘડોના કરો એમ કહેતા ઉશ્કેરાઇ ગયેલા મુકેશ ભલાજીએ પોતાની કુહાડી ભરતના માથે ફટકારી દીધી હતી અને મુકેશના ઉપરાણામાં ભલાજી અને મહેશે પણ ગડદા પાટુનો માર મારવાનો શરુ કરતાં આ યુવાન બેહોશ થઇ ગયો હતો.
બનાવ બાદ દોડી આવેલા ભરત બામણીયાના ભાઇ રમેશ બામણીયા સહિ‌તના સબધીઓએ ગંભીર રીતે ધવાયેલા આ યુવાનોને મોડાસા અને ત્યારબાદ સઘન સારવાર અર્થે અમદાવાદ ખસેડયો હતો જ્યાં ભરત મથુર બામણીયાનું મોત નીપજ્તાં ગોઢ ગામના ત્રણ આરોપીઓ સામે પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાઇ હતી.
માલપુર પોલીસ સ્ટેશનને નોંધાયેલ ૨૧-૬-૨૦૧૦ ની ફરીયાદના આધાર પોસઇ કે.એ.વાળાએ આરોપી મુકેશ બામણીયા સામે ઇન્ડીયન પીનલ કોડ ૩૦૨ હેઠળ અને ભલાજી ગલબાજી બામણીયા અને મુકેશ ભલાજી બામણીયા સામે મદદગારીનો ગુન્હો નોંધી આરોપીઓને હવાલા તે
કર્યા હતા.
આ ચકચારી કેસ મોડાસા ખાતેની એડીશનલ સેશન્સ કો‌ર્ટમાં ચાલી જતાં કો‌ર્ટ સમક્ષ રજૂ કરાયેલ મૈખિક તેમજ દસ્તાવેજી પુરાવા અને સરકારી વકીલ બાબુભાઇ આર.પંચાલની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી નામદાર સેશન્સ જજ એસ.આઇ.ટીબલીયાએ આ ગુન્હાના મુખ્ય આરોપી મુકેશ ભલાજી બામણીયા ((ઉ.વ.૨૪)) ના ઓને ઇપીકો કલમ ૩૦૨ ના ગુન્હામાં કસૂરવાર ઠરાવી આજીવન કેદની સજા ફટકારી હતી નામદાર કો‌ર્ટ દ્વારા આરોપીને રૂપિયા દસ હજારનો દંડ અને દંડ નભરેતો વધુ છ માસની સજાનો હુકમ કરાયો હતો.જ્યારે અન્ય બે આરોપીઓને જરુરી પુરાવાના અભાવે નિર્દોષ છોડાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો