તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • માલપુર તા.પં.ની સખવાણીયાૃચ્ ’ બેઠક પર ભાજપનો કબ્જો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માલપુર તા.પં.ની સખવાણીયાૃચ્/’ બેઠક પર ભાજપનો કબ્જો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.માલપુર
માલપુર તાલુકા પંચાયતની સખવાણીયા બેઠકની પેટા ચૂંટણીનુ પરિણામ ભાજપ તરફ આવતા તાલુકાના ભાજપ કાર્યકરો હર્ષઘેલા થયા હતા. જ્યારે કોગ્રેસના ગઢ સમાન ગણાતી આ બેઠક હાથમાંથી સરકી જતા કોગ્રેસની છાવણીમાં સન્નાટો પ્રસર્યો હતો.
માલપુર તાલુકા પંચાયતની સખવાણી બેઠકના સભ્ય નું થોડા સમય અગાઉ મૃત્યુ થતાં આ બેઠક ખાલી પડી હતી. જેની પેટાચૂંટણી રવિવારના રોજ રાખવામાં આવી હતી. આ બેઠક ઉપર મતદાન બાદની મત ગણતરી મંગળવારના રોજ માલપુર મામલતદાર કચેરી ખાતે યોજાતા બહાર પડેલ પરીણામોમાં ભાજપ ઉમેદવાર ખાંટ સોમાજી જુજારજી એ ૧પ૭૧ મત મેળવી તેઓએ નજીકના કોગ્રેસના ઉમેદવાર કરતાં ૪૩ મતો વધુ મેળવી કોગ્રેસના ગઢ સમય ગણાતી સખવાણીયા બેઠક કબ્જે કરી લેતાં માલપુર તાલુકાના ભાજપના કાર્યકર્તાઓએ વિજય ઉત્વસ મનાવ્યો હતો.આમ માલપુર તાલુકા પંચાયતની કુલ ૧પ બેઠકો માં હવે ભાજપને ૯ બેઠકો થઇ છે.આ પ્રસંગે જિલ્લા મહામંત્રી ભીખાજી ડામોર,પૂર્વધારાસભ્ય ભીખીબેન પરમાર,ભાજપ તા.પ્રમુખ હસમુખભાઇ પટેલ, મહામંત્રી મુકેશસિંહ રાઠોડ જિલ્લા મંત્રી ગુણવતસિંહ રાઠોડ તથા યોગેશભાઇ પંડયા સહીત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે કોગ્રેસના ગઢ સમાન અને તાજેતરમાં જ અરવલ્લી જિલ્લા કોગ્રેસના પ્રમુખ પદે વરાયેલા પ્રતાપસિંહ ખાંટના વિસ્તારની જ બેઠક ઉપર ભાજપાના પૂર્વ ધારાસભ્ય ભીખીબેન પરમાર સહિ‌તના કાર્યકરોએ ભાજપાને વિજય અપાવવામાં સિહફાળો નોધાવતા જિલ્લા ભાજપાના પ્રમુખ ભરતસિંહ રહેવરે અને ઉપપ્રમુખ સુધીરભાઇ પટેલ કાર્યકરોને બિરદાવ્યા હતા અને વિજેતા ઉમેદવાર સોમાજી ખાંટને શુભેચ્છાઓ પાઠવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો