• Gujarati News
  • ઓઢા હત્યા પ્રકરણમાં છેવટે હત્યારો પતિ ઝડપાયો

ઓઢા હત્યા પ્રકરણમાં છેવટે હત્યારો પતિ ઝડપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આવેશમાં આવી હત્યા કરી દીધી હોવાની કબુલાત
ભાસ્કર ન્યુઝ.બાયડ
બાયડ તાલુકાના ઓઢા ગામે રવિવારના રોજ પતિએ પત્નીની વાત્રક લઇજઇ ઠંડા કલેજે નિર્મમ હત્યા કરી લાશ ફેંકી દેતા ચકચાર મચી જવા પામી હતી. જોકે આ હત્યા પ્રકરણમાં પોલીસે હત્યારા પતિને ઝડપી લઈ ઘરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળેલ માહિ‌તી મુજબ, બાયડ તાલુકાના ઓઢા ગામે રહેતા ભાવેશ ઉપાધ્યાય તેમના પત્ની રાધાબેન ને રવિવારના રોજ સવારે વાત્રક લઇ જઇ બ્લેડ વડે તીક્ષણ ઘા મારી મોતને ઘાટ ઉતારી દેતા સનસનાટી મચીજવા પામી હતી. હત્યાના પગલે પોલીસ પણ હરકતમાં આવી જઇ તત્કાળ ભાવેશને પકડી કડકાઇ થી પુછપરછ કરતા તમામ સત્ય વાસ્તવિકતા પોલીસ આગળ જણાવી દઇ હત્યા કર્યાનું સ્વીકારી લીધુ હતું. જ્યાં આ હત્યા થવાને લઇ હત્યારા ભાવેશને પોલીસે સોમવાર મોડી રાત્રીએ જ કાયદેસર ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આ હત્યાના બનાવમાં ર્નીદોષ રાધાબેન માટે તાલુકા ભરમાંથી લાગણી ઓ ઉભરાવા માડી છે. ત્યારે હત્યારા ભાવેશને ફાંસી આપવા માટે પણ માગણીઓ ઉઠવા પામી છે.