• Gujarati News
  • પ્રથમ દિવસે જ ૩૦૦ મણ મગફળીની આવક

પ્રથમ દિવસે જ ૩૦૦ મણ મગફળીની આવક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યા‌ર્ડ‌ની હરાજીમાંથી માલ ખરીદી સહકારી જીનમાં તોલ કરાયો : મણના ૮પ૦ રૂપિયાના ભાવે ખરીદી કરાઇ
ભાસ્કર ન્યૂઝ.મોડાસા
મોડાસા તાલુકા ખરીદ-વેચાણ સંઘ, ગુજકોમાસોલ અને નાફેડ દ્વારા પંથકમાં મગફળી પકવતા ખેડૂતો પાસેથી સરકારે નિર્ધારીત કરેલ ટેકાના ભાવે માલની ખરીદી શરુ કરતાં ખેડૂતોમાં રાહત વર્તાઇ હતી.
ચાલુ વર્ષે પંથકમાં મગફળીનું વાવેતર વધ્યું છે ત્યારે ખુલ્લા બજારમાં ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી અને મોટા પ્રમાણમાં ખેડૂતો છેતરાય છે ત્યારે સરકારે ઠરાવેલા ટેકાના ભાવે જ ખેડૂતો મગફળી વેચી શકે તે માટે મોડાસા ખાતે સોમવારના રોજ ખરીદી સેન્ટર શરુ કરવામાં આવ્યુ હતું ઉઘડતા બજારે મોડાસા માર્કેટયા‌ર્ડ‌માં મગફળી વેચવા આવેલા ખેડૂતો પાસેથી ખરીદી સેન્ટર દ્વારા ૨પ૦ થી ૩૦૦ મણ મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવી ત્યારે મોડાસા ખરીદ વેચાણ સંઘના ચેરમેન પ્રભુદાસભાઇ પટેલ, ગુજકોમાસોલના અને નાફંડના પ્રતિનિધિ અને સંઘના મેનેજર ઉપસ્થિત રહ્યાહતા. મોડાસા માર્કેટયા‌ર્ડ‌માંથી ખરીદાયેલા માલ સહકારી જીન ખાતે તોલમાલ કરી સંઘના ખરીદ સેન્ટરમાં મૂકવામાં આવ્યો હતો.
જ્યારે સૌરાષ્ટ્રની મીલો દ્વારા મોટાપાયે મગફળીની ખરીદી શરુ કરવામાં આવતાં મોડાસા ખાતે મગફળી જીવી((જાડી)) ૭૨.પ ટકાના ઉતારાવાળી અને જી-૨ મઠડી ૭પ ટકાના ઉતારાવાળી મગફળીનો મણના રૂપિયા ૭૪૦ થી ૮પ૦ નો ભાવ નોંધાયો હતો.