• Gujarati News
  • બાયડમાં એકજ રાતમાં ચાર મકાનનાં તાળાં તોડી તરખાટ

બાયડમાં એકજ રાતમાં ચાર મકાનનાં તાળાં તોડી તરખાટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસ વાહન ચેકિંગમાં હતી તેની નજીકની જ શીવમપાર્ક સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા
ભાસ્કર ન્યૂઝ.બાયડ
બાયડમાં વાત્રક રોડ ઉપર આવેલ શીવમ પાર્ક સોસાયટીમાં રવિવાર મોડી રાત્રીના સુમારે તસ્કરોએ સપાટો બોલાવી ૪ મકાનોમાંથી લાખો રૂપીયાની ચોરી કરતા સનસનાટી મચીજવા પામી છે.
મળેલ માહીતી મુજબ રવિવાર મોડી રાત્રીના સુમારે બાયડ પોલીસના જવાનો બસ ડેપો આગળ ઉભા રહી વાહનોનું ચેકીંગ કરી રહ્યા હતા ત્યારે નજીકમાં આવેલ શીવમ પાર્કમાં તસ્કરોએ સપાટો બોલાવી પોલીસને તમાચો ઝીંકી દીધો હતો. શીવમ પાર્કમાં રહેતા ચીરાગકુમાર રમેશભાઇ રાવલ, મીલવભાઇ પટેલ, પ્રીયેશ અમરતભાઇ પટેલ, વીપુલભાઇ ધનજીભાઇ પટેલના બંધ મકાનોમાં નકૂચા તોડી અંદર ઘુસી ચારેય ઘર રફેદફે કરી અંદરથી સોના ચાંદીના ઘરેણા રોકડ રકમ વગેરે મળી લાખો રૂપીયાની તસ્કરી કરી પલાયન થઇ જતાં ચકચાર મચી ગઇહતી. ચોરી થયાને લઇ વહેલી સવારથી જ લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.
એક તરફ રાત્રીના સુમારે પોલીસનું વાહન ચેકીંગ ચાલી રહ્યુ છે. ત્યારે બીજી તરફ ચોરી થવાને લઇ તસ્કરોએ પોલીસને લપડાક આપી દીધી છે. જોકે આ મામલે મોડે સુધી પોલીસ ફરીયાદ નોધાઇ ન હતી. ચોરી થવાને લઇ સોસાયટીમાં ભયના માહોલ સાથે પેટ્રેાલીંગ સઘન બનાવવા માટે માગણી ઉઠી છે.