• Gujarati News
  • અરવલ્લી જિલ્લાની પ્રજા જિલ્લા પંચાયત કચેરીનાં સપનાં જુએ છે

અરવલ્લી જિલ્લાની પ્રજા જિલ્લા પંચાયત કચેરીનાં સપનાં જુએ છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્રામ્ય પ્રજાને મૂળભૂત જરુરીયાતો માટે હજુ હીમતનગરના ચક્કર કાપવા પડતા હોઇ પ્રજામાં અસંતોષ
ભાસ્કર ન્યૂઝ.મોડાસા
ગુજરાત સરકારે સાબરકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો અરવલ્લી જિલ્લો જાહેર કર્યાને અંદાજે ત્રણ મહીનાનો સમય થવા આવ્યો છતાં નવરચિત જિલ્લાની ગ્રામ્ય પ્રજાને પોતાની મૂળભૂત જરુરીયાતો માટે મહત્વની જિલ્લા પંચાયત કચેરી નહી મળતાં પ્રજાજનોમાં સરકારની ઢીલી નીતી સામે ભારે અસતોષ વ્યાપ્યો હતો.
મોડાસા, માલપુર, મેઘરજ, બાયડ અને ધનસુરા પંથકની પ્રજાએ લાંબી લડત બાદ પંથકમાં જિલ્લાનો દરજ્જો મેળવ્યો હતો. નવા રચાયેલા જિલ્લાને અરવલ્લી નામ આપી મોડાસાને મુખ્યમથક ફાળવવામાં આવ્યું હતું. આ જાહેરાતને અંદાજે ત્રણ મહિ‌ના જેટલો સમય થવા આવ્યો હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા એક માત્ર કલેકટર કચેરી જ શરુ કરાઇ છે ત્યારે ગ્રામ્ય પ્રજા માટે મહત્વની ગણાતી અને શિક્ષણ, આરોગ્ય, બાંધકામ અને સીંચાઇ જેવી મૂળભૂત જરુરીયાતો માટે ઉપયોગી એવી જિલ્લા પંચાયત કચેરી શરૂ કરી શકાઇ નથી. રાજ્યની ભાજપા સરકારે જિલ્લામાં પોતાના પક્ષનું જિલ્લા કાર્યાલય શરુ કર્યુ, જિલ્લા ભાજપાના પ્રમુખની વરણી કરી દીધી પરંતુ પંથકની પ્રજાની ખાસ જરુરીયાત એવી જિલ્લા પંચાયત કચેરી શરુ નહી કરી પ્રજાને અન્યાયકર્યો હોય તેવી લાગણી ગ્રામ્ય કક્ષાએ ફેલાઇ છે.
નવરચિત અરવલ્લી જિલ્લામાં ગુજરાત સરકારે કલેકટર કચેરી શરુ કરી નવા કલેકટરની નિયુકિત કરી દીધી તેવી કેટલાક મહેસુલી પ્રશ્નો મોડાસા કક્ષાએ હલ થશે ખાસ કરીને બીલ્ડરો, ઉધોગપતિઓને સીધો ફાયદો પહોચશે પરંતુ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ સાથે જોડાયેલ જિલ્લાના ભીલોડા, મોડાસા, મેઘરજ, માલપુર, ધનસુરા અને બાયડ પંથકની ગ્રામ્ય પ્રજાને હજુ પણ ગ્રામ્ય પંચાયત કે તાલુકા પંચાયતમાં અટવાયેલ પ્રશ્નોની રજૂઆત માટે કે ન્યાય મેળવવા માટે હજુ હીંમતનગરના આંટાફેરા મટયા નથી. આમ, બાયડ, માલપુર કે મેઘરજના અંતરીયાળ ગામોની પ્રજ માટે તો જિલ્લા મથક દૂરનું દૂર જ રહેવા પામ્યું છે.