• Gujarati News
  • સિદ્ધપુરમાં એક વિદ્યાર્થી માટે ૨૦ કર્મીનો સ્ટાફ

સિદ્ધપુરમાં એક વિદ્યાર્થી માટે ૨૦ કર્મીનો સ્ટાફ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સિદ્ધપુર

સિદ્ધપુર ખાતે શાંતિમય વાતાવરણમાં ધો.૧૦-૧૨ની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે સિદ્ધપુર કેન્દ્રમાં શુક્રવારે ઇતિહાસના પેપરમાં ખાનગી ઉમેદવાર તરીકે ફક્ત એક વિદ્યાર્થી માટે પરીક્ષા કેન્દ્રમાં ૨૦ કર્મચારીઓને ખડેપગે રહેવાનો વારો આવ્યો હતો.

સિદ્ધપુરની પી.જે.ગલ્‌ર્સ હાઇસ્કૂલના પરીક્ષા કેન્દ્રના સ્થળ સંચાલક માલતીબેન પંડયાના જણાવ્યા મુજબ શુક્રવારના રોજ ધો.૧૨ સામાન્ય પ્રવાહના ઇતિહાસના વિષયનું પેપર હોઇ આ વિષયમાં સિદ્ધપુર તાલુકામાં ફક્ત એક પરીક્ષાર્થી ધો.૧૦ પછી ૧૨ની પરીક્ષા આપનાર લલીતભાઇ કે. પરમાર માટે પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા લેવાઇ હતી.

એક વિદ્યાર્થીની પરીક્ષા માટે જિલ્લા ઝોનલ ઓફિસથી સ્પેશ્યલ ગાડીમાં પેપર આવ્યું હતું અને આ વિદ્યાર્થીની પરીક્ષા માટે એક વિજિલન્સ, ચાર વિજિલન્સ મેમ્બર, એક સ્થળ સંચાલક, એક વહીવટી મદદનીશ, એક રિલીવર, એક બ્લોક સુપરવાઇઝર, એક બો‌ર્ડ‌ પ્રતિનિધિ, બે સેવકો, એક એએસઆઇ પોલીસ કર્મી, સાત હોમગા‌ર્ડ‌ જવાન સહિ‌ત કુલ ૨૦ વ્યક્તિની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

ફોટો- ૪૯-પ૦

સિદ્ધપુરની પી.જે.ગલ્‌ર્સ હાઇસ્કૂલે એક વિદ્યાર્થીએ સામાન્ય પ્રવાહના ઇતિહાસ વિષયની પરીક્ષા આપી હતી. ((નિરંજન ઠાકર))