તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સમી ત્રણ રસ્તા પાસે ટ્રક પાછળ ટેમ્પો અથડાતાં બે જણાનાં મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમી ત્રણ રસ્તા પાસે ટ્રક પાછળ ટેમ્પો અથડાતાં બે જણાનાં મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સમી
સમી શંખેશ્વર ત્રણ રસ્તાથી છોટા હાથી ટેમ્પામાં બેસી મજૂરો કડીયાકામ કરી રાધનપુર જઇ રહ્યાં હતા ત્યારે થોડે દૂર જતાં જ આગળ જઇ રહેલી ટ્રકે બ્રેક મારતાં ટેમ્પો ટ્રક પાછળ પૂરઝડપે ટકરાતાં બંને મજૂરના સારવાર દરમિયાન મોત નીપજ્યાં હતા.જ્યારે ટેમ્પાચાલકે સમી પોલીસ મથકે ટ્રક ડ્રાઇવર વિરુદ્ધ ફરીયાદ આપતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
સમી-શંખેશ્વર ત્રણ રસ્તા પર આવેલા અનંત પેટ્રોલપંપ ખાતે પ્લાસ્ટર કામ કરવા રાધનપુર બાજુથી સવારે બે મજૂરો આવ્યા હતા. જેઓ સાંજના સુમારે કામ પૂર્ણ કરી રાધનપુર ખાતે પ્રશાંત પેટ્રોલપંપ પર બીજુ કામ હોઇ ત્યાં જવા છોટા હાથી ((જીજે-૧ડીટી-૩૧૩૧))માં બેસી નીકળ્યા હતા. પરંતુ માત્ર થોડે દૂર જતાં જ આગળ જઇ રહેલી ટ્રક ((જીજે-૧રએટી-૯૩૩પ))એ અચાનક બ્રેક મારતાં છોટા હાથી ટેમ્પો પાછળથી ટકરાતાં આ ઘટનામાં ટેમ્પામાં બેઠેલા મજૂરો ઠાકોર દલાભાઇ લવિંગભાઇ ((કલ્યાણપુરા)) અને શિવાભાઇ સુભાઇ બિહારીને ગંભીર ઇજાઓ થઇ હતી. જ્યારે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ને બોલાવી રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ બંને મજૂરના કરૂણ મોત નીપજ્યાં હતા. જ્યારે છોટા હાથીના ચાલક દેસાઇ દિનેશભાઇ બળદેવભાઇને પણ માથાના ભાગે નાની મોટી ઇજાઓ થઇ હતી. દિનેશભાઇએ ટ્રક ચાલક વિરુદ્ધ સમી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવતાં સમી પોલીસ તપાસ ચલાવી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો