તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સિદ્ધપુરમાં શો‌ર્ટસર્કિટથી કારમાં આગ ભભૂકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિદ્ધપુરમાં શો‌ર્ટસર્કિટથી કારમાં આગ ભભૂકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સિદ્ધપુર
સિદ્ધપુર સનનગરમાં ટાઇલ્સ ફીટીંગ કરવા આવેલા એક કારીગરે તેની કારને ચાલુ કરતાં એકાએક એન્જિનમાંથી આગના ગોટા નીકળવા લાગતાં ભારે દોડધામ સર્જા‍ઇ હતી. તુરંત ફાયર ફાઇટરને જાણ કરતાં ઘટનાસ્થળે આવી આગ બુઝાવી દેતાં લોકોએ રાહતનો દમ લીધો હતો.
મૂળ સિદ્ધપુરના પણ હાલ ઊંઝા ખાતે સ્થાયી થયેલા નાગજીભાઇ ગંગારામ પ્રજાપતિ સિદ્ધપુર સનનગર ખાતે ર૦૯ નંબરમાં રહેતાં યોગેશભાઇ ઠાકરના ત્યાં ટાઇલ્સ લગાવવાના કામ સારુ આવેલ હતા જે પૂર્ણ કરી નિત્યક્રમ મુજબ સાંજે પ-૩૦ કલાકે પરત ઊંઝા જવા પોતાની એસ્ટીમ કાર ((જીજે-૬એબી-૧૮૬૦))ને ચાલુ કરતાં જ એકાએક એન્જિનના ભાગેથી આગના ગોટા નીકળ્યા હતા અને ગાડી સળગવા લાગી હતી. તુરંત ફાયર ફાઇટરને જાણ કરતાં ફાયર ફાઇટરના બ્રિજેશભાઇ બલસારા, તેમજ મુસ્તુફાભાઇ વગેરે સ્ટાફના માણસોએ તુરંત ઘટનાસ્થળે આવી પાણીનો મારો ચલાવી તુરંત આગ પર કાબુ મેળવી મોટી ઘટના ઘટતી બચાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો