તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સિદ્ધપુરમાં બેન્ક ઓફ બરોડામાં ચોરીનો પ્રયાસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિદ્ધપુરમાં બેન્ક ઓફ બરોડામાં ચોરીનો પ્રયાસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસ્કરોએ સીસીટીવી કેમેરાના વાયર કાપી નાખ્યા, એક કેમેરા તોડયો
ભાસ્કર ન્યૂઝ.સિદ્ધપુર
સિદ્ધપુર હાઇવે પર ખળી ચોકડી નજીક આવેલી બેન્ક ઓફ બરોડામાં ત્રાટકેલા તસ્કરોએ રવિવારની રજાનો લાભ લઇને સેફ્ટી માટેના તમામ ઉપકરણોના વાયરો કાપી મોટી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અગમ્ય કારણોસર બેન્કનો સ્ટ્રોંગરૂમના લોક તોડવામાં નિષ્ફળ જતાં મોટી ચોરી થતાં અટકી હતી અને લાખો રૂપિયા સલામત રહી ગયા હતાં. તેમ છતાં આ ઘટનાએ શહેરવાસીઓને હચમચાવી દીધા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેન્ક મેનેજર નિરજકુમાર ગેહલોત અને કેશિયર અશોકભાઇ ગેહલોત બેન્કમાં નિત્યક્રમ મુજબ, ફરજ બજાવીને શનિવારે ઘરે ગયા હતા. સોમવારે સફાઇ કામદાર ખેંગારભાઇ બેન્કની સફાઇ કરવા ગયા હતા. તેઓએ અંદરના ભાગે આવેલ બાથરૂમની જાળી તૂટેલી હાલતમાં જોઇ હતી. તપાસ કરતાં બેન્કમાં ગોઠવેલા સીસીટીવી કેમેરા પૈકી ત્રણ કેમેરાના વાયરો કપાઇ ગયા હતા અને એક કેમેરો નીચે પડયો હતો. સ્ટ્રોંગરૂમ પર લગાવવામાં આવેલ એલાર્મ સિસ્ટમના વાયરો પણ કાપી દેવાયા હતા. તસ્કરોએ કોશ વડે સ્ટ્રોંગરૂમ તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ નિષ્ફળ રહેતાં મોટી ચોરી અટકી હતી.
ઉલ્લેખનીય છેકે, ખળી ચોકડી હાઇવે પર આવેલ બેન્કમાં ચોરી કરવા માટે તસ્કરોને સિક્યુરીટી ગા‌ર્ડ‌ ન હોવાથી મોકળુ મેદાન મળ્યું હતું. આ અંગે બેન્કના અધિકારી ગેહલોતે જણાવ્યું હતું કે, બેન્કમાં કોઇ ચોકીયાત નથી. તસ્કરોએ પાછળના ભાગે આવેલ બાથરૂમની બારીની ગ્રીલ તોડીને બેન્કમાં પ્રવેશ કર્યો હતો. જેમાં તસ્કરોએ સ્ટ્રોગરૂમને તોડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમાં તેઓ નિષ્ફળ ગયા હતા. જેને લઇને અંદાજે ૪થી પ લાખની રોકડ બચી ગઇ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો