• Gujarati News
  • ૨૬મીથી ડીસા તાલુકામાં કૃષિત્રણ રથ પરિભ્રમણ કરશે

૨૬મીથી ડીસા તાલુકામાં કૃષિત્રણ રથ પરિભ્રમણ કરશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા : લોકસભાની ચૂંટણીના કારણે દર વર્ષે અખાત્રીજથી શરૂ થતો કૃષિ મહોત્સવ ચાલુ વર્ષે એક માસ મોડો શરૂ થઇ રહ્યો છે. ર૬ મેથી ૯ જૂન સુધી ચાલનારા કૃષિ મહોત્સવ અંતર્ગત ડીસા અને લાખણી તાલુકાના ૧૬૦ ગામડાઓમાં ત્રણ રૂટમાં કૃષિરથ પરિભ્રમણ કરશે. તાલુકા વિકાસ અધિકારી સી.પી. ડગલાના જણાવ્યા મુજબ, ડીસાનો પ્રથમ કૃષિરથ રસાણા નાના ગામેથી, બીજો કૃષિરથ યાવરગંજથી, જ્યારે લાખણી તાલુકાનો કૃષિરથ લાખણીથી શરૂ થશે. કૃષિરથ સાથે ખેતીવાડી, બાગાયત અને પશુપાલન અધિકારીઓ હાજર રહી ખેડૂતો પશુપાલકોને સૂક્ષ્મ પિયત, જળસંચય, કૃષિસહાય, બાગાયત અને પશુ સારસંભાળ સહિ‌તની
માહિ‌તી આપશે.