• Gujarati News
  • આસેડામાં સ્ટ્રીટલાઇટો ચોરાઇ જતાં અંધારપટ

આસેડામાં સ્ટ્રીટલાઇટો ચોરાઇ જતાં અંધારપટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.આસેડા
ડીસા તાલુકાના આસેડા ગામે હાઇ-વે ગોળાઇથી ગામમાં જવાના માર્ગ પર નખાયેલ સ્ટ્રીટ લાઇટો પૈકીની કેટલીક સ્ટ્રીટ લાઇટોના લેમ્પ, બેટરી તેમજ અન્ય વસ્તુઓ ચોરાઇ જતાં છેલ્લા એક માસથી ગામના મુખ્ય માર્ગ પર અંધારા પથરાય છે. જેના કારણે મોડી રાત્રે પસાર થવું લોકો માટે મુશ્કેલ બને છે.
આસેડા ગામે જિલ્લા પંચાયતના સહયોગથી રૂ. ૧ લાખના ખર્ચે જાહેર માર્ગ પર સૂર્ય પ્રકાશ સંચાલિત સ્ટ્રીટ લાઇટો નાખવામાં આવી હતી. જેના કારણે લોકોમાં આનંદ છવાઇ ગયો હતો. પરંતુ લાઇટો શરૂ થયાને થોડા દિવસ પછી હાઇ-વે ગોળાઇથી ગામમાં જતાં માર્ગમાં ઉભેલી કેટલીક સ્ટ્રીટ લાઇટો ચોરાઇ ગઇ છે. આ અંગે ગ્રામ પંચાયતના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, એક માસ પહેલા સ્ટ્રીટ લાઇટો ચોરાઇ હતી. જેની ફરિયાદ પણ રૂરલ પોલીસ મથકમાં દાખલ કરાઇ છે.