• Gujarati News
  • ટ્રેઇલર નીચે આવી જતાં યુવકનું મોત

ટ્રેઇલર નીચે આવી જતાં યુવકનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.ભીલડી
ડીસા-રાધનપુર હાઇ-વે પર મુડેઠા ટોલનાકા ઉપર સર્વિ‌સ કરતાં યુવકનું પડી જતાં ટ્રક ટ્રેઇલર નીચે આવી જતાં ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજતાં મુડેઠા ગામમાં ઘેરા શોકની લાગણી છવાઇ ગઇ હતી.
મુડેઠા ગામના વતની અને મુડેઠા ટોલનાકા પર નટુજી બાબુજી ઠાકોર ((ઉ.વ.૩૦)) ફરજ પર હાજર હતા. તે દરમિયાન ટોલનાકાની બાજુમાં બેઠા હતા અને અચાનક નીચે પડી જતાં ત્યારે ટ્રક ટ્રેઇલર નં.-આરજે-૧૪-પપ૪૮ નટુજીના શરીર પર ફરી વળતાં ઘટનાસ્થળે જ તેમનું કરૂણ મોત નિપજ્યું હતું. આ અંગે તાત્કાલીક ઘટનાસ્થળે ફરજ પરના કર્મચારીઓ ટ્રક ટ્રેઇલર ડ્રાઇવરને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.